વિવાદ:ગોલ્લાવ ગામે સરપંચની ઉમેદવારી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઇ

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ મારામારીની પ્રથમ ફરિયાદ

ગોધરા તાલુકાના ગોલ્લાવ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ચૂંટણી જાહેર થતા તે ચૂંટણીમાં સરપંચ તથા સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવા બાબતે ગામના આગેવાન માણસોએ ધર્મેન્દ્રસિંહ પરમારના રહેણાંક સ્થળે મિટિંગ રાખી હતી. જેમાં ચૂંટણીની ચર્ચાઓ કરાઇ હતી. જે ચર્ચાઓ સામા પક્ષવાળા શનસિંહ પર્વતસિંહ પરમારને જાણમાં આવતા તેઓએ મોબાઈલ ફોનથી અરવિંદભાઈ મોહનભાઇને ફોન કરી બોલાચાલી કરીને જો તમે ધર્મેન્દ્રસિંહના પક્ષમાં સભ્ય તરીકે ફોર્મ ભરવાના હોય તો મારા રાગમાં આવી જઈશ તો જીવતો મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

સરપંચની ઉમેદવારીનું કે સભ્યનું ફોર્મ ભરતા નહિ તેમ કહીને સોમાભાઈને શનસિંહ પરમારે મૂઢ માર મારતા ધર્મેન્દ્રસિંહ છોડાવવા પડતા તેઓને પણ ગડદાપાટુનો મારી ચૂંટણીમાં અમારી સામે ઊભા રહ્યા છો તો જાનથી મારવાની ધમકી આપી હતી.

તો બીજી બાજુ શનસિંહ પરમારે પણ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોલ્લાવ ગામના ધર્મેન્દ્રસિંહ પરમાર અને સોમાભાઈ પટેલે ભેગા મળી અમોને બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગડદાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરતા આ બનાવ અંગે હાલ ગોધરા તાલુકા પોલીસે બને પક્ષોની સામ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...