તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દહેશત:ગોધરામાં ગંદકીથી ખદબદતી ગટર લાઇનથી રહીશો પરેશાન

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંદુરી માતા મંદિરથી APMC સુધી ગંદકીની ભરમાર
  • વોર્ડના સભ્યોને રજૂઅાત, રોગચાળાની સેવાતી દહેશત

સિંદુરી માતા મંદિર થી APMC શાકમાર્કેટ સુધી ગંદકીથી ખદબદતી ગટર લાઇનને કારણે સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે. લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઇ રહી છે. પાલિકા દ્વારા સફાઇ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

દેશ ભરમાં ચાલેલા સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છ શહેરોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમા ગોધરાને ઝોનમાં ચોથુ સ્થાન મળ્યુ હોવાથી પાલિકા અાનંદ વ્યાપ્યો હતો. પરંતુ ખરેખર શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેને કારણે સ્થાનિકોનો પાલિકા પ્રત્યે છુપો રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં સિંદુરી માતા મંદિર થી APMC શાકમાર્કેટ સુધી ગંદકીથી ખદબદતી ગટર લાઇનની દુર્ગંધને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

અા અંગે વારંવાર વોડ નંબર ૧ ના સભ્યોનેને તથા પાલિકામાં રજુઆત કરવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઇ પણ જાતની સાફ સફાઇની કામગીરી કરવામાં અાવતી નથી જેને કારણે દિવસેને દિવસે ગંદકીનું પ્રમાણ વધતુ જાય છે. જેને કારણે લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઇ રહી છે. પાલિકા દ્વારા સફાઇ કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે.

રજૂઆત છતાં પણ કશું ધ્યાન લેતા નથી
સિંદુરી માતા મંદિરથી ગજાનંદ સો મિલ સુધીની ગટર લાઇન ગંદકીથી ઉભરાઈ ગઈ છે. જેના કારણે રહીશો ત્રાહીમામ થઇ ગયા છે. વોડ નંબર 1 ના સભ્યોનેને તથા પાલીકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કશુ ધ્યાન લેતા નથી. >હેમંત એચ.પરમાર, સ્થાનિક રહીશ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો