તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ:ગોધરામાં બીજા વર્ષે પણ મંદિર પરિસરમાં જ રથયાત્રાની પરંપરા જળવાઇ

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયત રૂટની મંજૂરી ન મળતાં રણછોડજી મંદિરમાં જ રથ ફેરવવામાં અાવ્યો, ભક્તોઅે કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે દર્શન કર્યા
  • ચોર્યાસી બ્રાહ્મણ પંચના ટ્રસ્ટીઅો હાજર રહ્યા

ગોધરામાં અષાઢી બીજ અેટલે રથયાત્રાના દિવસે છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના શ્રી રણછોડજી મંદિર ખાતેથી ભક્તિભાવપૂર્વક રથયાત્રા નીકળતી હોય છે. ગત વર્ષે દેશમાં કોરોનાની મહામારીને કારણે શહેરમાં રથયાત્રા કાઢવા માટે સરકાર દ્વારા મંજૂરી અાપવામાં અાવી ન હતી.

જેને કારણે ભગવાનને નાના રથમાં બિરજમાન કરી નિજ મંદિરમાં જ રથ ફેરવવામાં અાવ્યો હતો. ચાલુ વર્ષે પણ કોરોનાની મહામારી યથાવત રહી છે. પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ અોછુ થતા કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવા માટે મંજુરી અાપવામાં અાવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા નિયત રૂટ પર રથયાત્રા ફેરવવાની મંજુરી ન મળતા ગત વર્ષની જેમ અા વર્ષે પણ ભગવાનને રથમાં બિરજમાન કરી નિજ મંદિરમાં જ ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચના ટ્રસ્ટીઅો તથા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સતિષભાઇ વ્યાસ સહિત અન્ય સભ્યો તથા ભક્તોની હાજરીમાં પૂજારી પરિવાર દ્વારા રથ ફેરવી ઉજવણી કરવામાં અાવી હતી. નિજ મંદીરમાં ભગવાન જગન્નાથના ફરતા રથના મોટી સંખ્યામાં ભક્તોઅે કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...