તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • In Godhra, The Cold Mercury Plummeted To 9 Degrees Celsius, With A Minimum Of 9 Degrees Celsius And A Maximum Of 18 Degrees Celsius.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ગોધરામાં ઠંડીનો પારો ગગડી 9 ડિગ્રીએ થતાં લોકો ઠૂંઠવાયા, લઘુત્તમ 9 ડિગ્રી અને મહત્તમ 18 ડિગ્રી તાપમાનનો પારો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ભારતમાં સતત પડી રહેલ હિમવર્ષાને કારણે પંચમહાલ જિલ્લામાં ઠંડીનો માહોલ જામ્યો હતો. સોમવારે વહેલી સવારથી ફુકાતા બર્ફીલા પવનને કારણે તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોચતાં લોકો ઠુંઠવાયા હતા. જેને કારણે લોકો શાલ તથા સ્વેટરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. જ્યારે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. સીઝનમાં પ્રથમ વખત તાપમાનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી ગગડતા હાડ થીજાવતી ઠંડીથી લોકો થરથર કાંપતા હતા. તાપમાન બપોરે વધીને 18 ડિગ્રી સુધી પહોચતાં લોકોને આંશિક રાહત થઇ હતી. આમ લઘુત્તમ 9 ડિગ્રી અને મહત્તમ 18 ડિગ્રી પારો રહેતાં જિલ્લામાં ઠંડીનો માહોલ જામ્યો હતો. પુન: સમી સાંજે પાછો બર્ફીલો પવન ફુકાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. હજુ બે-ત્રણ દિવસ ઠંડીમાં રાહત નહીં મળે તેવી આગાહી હમાન વિભાગે કરતા લોકોને ઠંડી સામે સજ્જ થવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો