ભાસ્કર વિશેષ:ગોધરામાં મુખ્યમંત્રીએ ભગવાન શ્રી પરશુરામ જયંતીની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત બ્રહ્મ સમાજના લોકો તથા પરશુરામ સેના દ્વારા આયોજન કરાયું

અખાત્રીજે ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ગોધરામાં ભવ્ય ભગવાન પરશુરામની શોભાયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો. શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાલબાગ ટેકરી ખાતે મુખ્યમંત્રીઅે ભગવાન પરશુરામનું પુજન કરીને શોભાયાત્રાને ઝંડી અાપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

ગોધરાના લાલબાગ ટેકરી મેદાન ખાતેથી સમસ્ત બ્રહ્મ સમાજ પંચમહાલ તથા પરશુરામ સેના દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું અાયોજન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીઅે વિશેષ હાજરી અાપી હતી. લાલબાગ ટેકરી ખાતે મુખ્યમંત્રીઅે પરશુરામનું પુજન કર્યું હતુ. બ્રહ્મ સમાજના અગ્રણીઅોઅે મુખ્યમંત્રીને મોમેન્ટો અાપીને શાલ અોઢાડી બહુમાન કર્યુ હતુ. બાદમાં મુખ્યમંત્રીએ જય જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા.

શોભાયાત્રા વાજતેગાજતે નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ચિત્રારોડ, સોનીવાડ, સહિતના વિસ્તારમાંથી પસાર થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત હોવાથી પોલીસનો બંદોબસ્ત તૈનાત જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...