તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ગોધરા પાલિકામાં બુધવારે 18 ફોર્મ ભરાયા, 26 ફોર્મ જમા થયા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરા પાલિકામાં બુધવારે સાૈથી વધુ વોર્ડ 10માં ઉમેદવારી પત્ર ભરાયા : શહેરા પાલિકામાં 4 અને તાલુકા પંચાયતમાં 1 ફોર્મ ભરાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોધરા નગર પાલીકાની ચૂંટણી માટે ત્રીજા દિવસે કુલ 18 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા છે. જેમા વોર્ડ 4 માં APPના 1 ઉમેદવારે , વોર્ડ 5 માં 1 અપક્ષ, વોર્ડ 6 માં 3 અપક્ષ, વોર્ડ 7 માં 2 અપક્ષ, વોર્ડ 9માં 2 અપક્ષ તથા વોર્ડ 10 માં 9 અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે. ગોધરા નગર પાલીકાની ચૂંટણીમાં ત્રીજા દિવસે 76 ફોર્મનો ઉપાડ થયો હતો. અામ નગર પાલીકામાં કુલ 26 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા છે.

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 મી છે. ત્યારે અાજે અમાસ હોવાથી ફોર્મ ભરવા ઉમેદવારો અોછા અાવશે તેમ લાગી રહ્યું છે. જેથી ભાજપ અને કોગ્રેસના ઉમેદવારો 12 મી અને 13 મી અે ફોર્મ ભરવા ઉમટી પડશે તેમ લાગી રહ્યુ છે. ગોધરા પાલીકામાં બુધવારે સાૈથી વધુ વોર્ડ નંબર 10 માં ઉમેદવારી પત્ર ભરાયા છે. કોગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને ટેલીફોની જાણ કરીને ચૂંટણીમાં તેયારીમા લાગી જવાનુ કહી દીધું છે. હવે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા 3 દીવસ બાકી રહેતા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરવા પડાપડી કરશે તેમ લાગી રહ્યું છે.

કાલોલ 3 તથા શહેરામાં 1 તા. પં. માટે ફોર્મ ભરાયા
શહેરા તાલુકામાં અાવતી જિલ્લા પંચાયતની બેઠક માટે 33 ઉમેદવારી ર્ફોર્મ, તાલુકા પંચાયત માટે 162 ઉમેદવારી ફોર્મ તથા શહેરા નગરપાલિકા માટે 104 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો. બુધવારે શહેરા નગર પાલીકાની ચૂંટણીમાં 4 ઉમેદવારો તેમજ શહેરા તાલુકા પંચાયતની ચુંટણીમાં 1 ફોર્મ ભરાયું હતું. કાલોલ તાલુકા પંચાયતમાં 3 ઉમેદવારોઅે ફોર્મ ભરીને શ્રી ગણેશ કર્યા હતા. જયારે પંચમહાલ જિલ્લા પંચાયત બુધવારે પણ અેક પણ ફોર્મ ભરાયું નથી.

ગોધરાના વોર્ડ નં. 11માં કોગ્રેસનંુ મેન્ડેટ નહીં અાપવાને લઇને હોદ્દેદારોમાં નારાજગી વ્યાપી
ગોધરા પાલિકામાં કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 1,2,3,4,5 અને 11 માં કોગ્રેસના ઉમેદવારને ટીકીટ માટે ઉમેદવારને ઉભા રાખીને મેન્ડેટ અાપશે તેમ જિલ્લા કોગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. અને પશ્ચિમ વિસ્તારના વોર્ડ નં 6,7,8,9 અને 10 માં કોગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહિ તેવી જાહેરાત કરી હતી. જેને લઇને ગોધરા કોગ્રેસના હોદ્દેદારો અને પ્રદેશ મંત્રીને ગાંધીનગર બોલાવ્યા હતા. જયાં વોર્ડ નંબર 11 માં કોગ્રેસ મેન્ડેટ અાપશે નહિ તેમ જણાવ્યુ હતું.જેને લઇને ગોધરા કોગ્રેસના કાર્યક્રરોમાં કચવાટ ઉભો થયો હતો.

અેક બાજુ ગોધરા કોગ્રેસે વોર્ડ નંબર 11 માં પેનલ નક્કી કરી દીધી હતી. જ્યારે બીજી બાજુ કોગ્રેસના સ્થાનીક નેતાઅોઅે પોતાની પત્નીને અપક્ષ તરીકે ઉભા રાખવા પ્રદેશમાં વોર્ડ 11 માં કોગ્રેસનો મેન્ડેટ ન અાપવાની રજુઅાત કરી હોવાને લઇને ગોધરા શહેર કોગ્રેસના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા. અેક વખતે મેન્ડેટને લઇને ગોધરા શહેરના કોગ્રેસ કાર્યકરોઅે રાજીનામા ધરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેને લઇને પ્રદેશે નારાજ કોગ્રેસના કાર્યકોરને મનાવીને લઇને યોગ્ય નિર્ણય લેશે તેમ જણાવતાં હાલ મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો