વ્યવસ્થા:ગોધરામાં 300થી વધુ ગણપતિનું 7 કૃત્રિમ તળાવમાં જ વિસર્જન થશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં ગણેશજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનીનૈ તૈયાર. - Divya Bhaskar
ગોધરામાં ગણેશજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનીનૈ તૈયાર.
  • પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રા નીકળશે કે નહિ તેની અવઢવ
  • શહેરમાં 105 મોટી મૂર્તિઅોની નોંધણી પોલીસ વિભાગમાં થઇ છે

ગોધરા શહેરમાં ગણેશ ઉત્સવ ધામધુમથી ઉજવાય છે. ગણેશજી શહેરમાં પાંચ દિવસ અાતિથ્ય માણીને વિસર્જિત થાય છે. શહેરમાં નાની મોટી મળીને 300 કરતાં વધુ ગણેશ મૂર્તીઅોની વિસર્જન યાત્રા નીકળે છે. પણ અા વખતે કોરોનાને લઇને સરકારની ગાઇડ લાઇન મુજબ બુધવારે વિસર્જનયાત્રા નીકળશે. ગોધરામાં અાન બાન શાન સાથે દર વર્ષે પરંપરાગત રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા નીકળે છે. પણ અા વર્ષે સરકારે છુટછાટ તો અાપી છે. પણ દર વર્ષના રુટ પણ યાત્રા નીકળશે નહી તેવી જાહેરાત વહીવટી તંત્રે કરીને ગણેશ મૂર્તીઅોનું વિસર્જન જે તે વિસ્તારમાં બનાવેલા કૃત્રીમ તળાવમાં કરવામાં અાવશે તેમ જણાવેલું છે.

પોલીસ વિભાગમાં 105 જેટલી પંડાલોની નોધણી થઇ છે. જે વિસ્તારમાં ગણેશ પંડાલ હશે તેઅોને નંબર અાપીને તેજ વિસ્તારમાં બનેલા કૃત્રીમ તળાવમાં ગણેશ વિસર્જન કરાવવામાં અાવશે તેમ જિલ્લા પોલીસવડાઅે જણાવેલું છે. જયારે બીજુ બાજુ ગણેશ મંડળો સરકારની ગાઇડ લાઇન મુજબ વિસર્જન યાત્રા કરવા રાજી થયા છે. પરંતુ 5 કે 11 ગણેશ મંડળોને પરંપરાગત રૂટ પણ વિસર્જનયાત્રા કાઢવા પરમીશન માંગી છે. જેને લઇને જિલ્લા કલેટકર અને પોલીસ વડાઅે જણાવેલું કે સરકારના જાહેરનામા મુજબ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે.

કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરાશે
પોલીસ વિભાગ ગણેશ વિસર્જન દરમ્યાન શ્રીજીની સવારીઅોને નંબર અાપશે. જે નંબરના અાધારે તે ગણેશ વિસર્જન યાત્રાનો રૂટ નક્કી થશે. શ્રીજી સવારીને તેના જ વિસ્તારમાં બનાવેલા કૃત્રીમ તળાવમાં જઇને ગણેશમૂર્તિનું વિસર્જન કરશે. શહેરમાં લાલબાગ મેદાનમાં 2, લુણાવાડા રોડ પર 1,સાયન્સ કોલેજ રોડ પર 2, સમ્રાટ નગર પાસે 2 કૃત્રિમ તળાવોમાં શ્રીજીની મૂર્તીઅોનું વિસર્જન થશે.

બુધવારે બસ સ્ટેન્ડ ભૂરાવાવ ખસેડાશે
બુધવારે ગણેશ વિસર્જન હોવાથી અેસટી વિભાગ દ્વારા 15 મીઅે સવારે 9થી સાંજના સમય સુઘી દર વર્ષની જેમ અા વર્ષે પણ ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડને અેક દિવસ માટે ભુરાવાવ ખાતે ખસેડાશે. ગોધરા શહેરમાં અેસટી બસો પ્રવેશ નહિ કરીને તમામ બસો બાયપાસ રોડ પરથી ભુરાવાવ ખાતેના બસ સ્ટેન્ડમાં અાવશે તેમ અેસટી વિભાગીય નિયામક બી.અાર. ડીડોંરે જણાવેલું છે.

3 હજાર પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે
7 ડીવાયઅેસપી, 30 પીઅાઇ, 77 પીઅેસઅાઇ, અેસઅારપીની 4 કંપની, 1000 પોલીસકર્મી, અેક કંપની રેપીડ અેકશન ફોર્સ, 1400 હોમગાર્ડ તેમજ 340 જીઅારડી જવાનો સમગ્ર ગણેશ વિસર્જન યાત્રાના બદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...