ક્રાઇમ:ગોધરામાં 5 હજારની લેતીદેતીમાં મિત્રે મિત્રની હત્યા કરી નાંખી હતી

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઇલના વેપારીનો મૃતદેહ સીમલીના જંગલમાંથી મળ્યો હતો
  • ઉછીના આપેલા રૂપિયા માગતાં હત્યાનું કાવતરું રચ્યું હતું

ગોધરાના ઓઇલના વેપારીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ સામલીના જંગલ જવાના રસ્તાની બાજુમાંથી મળી આવ્યો હતો. ગોધરા એલસીબી પોલીસે ચાર દિવસમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. મૃતકે તેના મિત્રને રૂા.5 હજાર ઉછીના આપેલા હતા. તેની ઉધરાણી કરતાં મિત્રએ પૂર્વ આયોજીત કાવત્રરુ રચીને બાઇક ઉપર સામલીના જંગલમાં લઇ જઇને હત્યા કરી દીધી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. ગોધરા તાલુકા પોલીસ મથકનો હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

ગોધરાના સીમલા રોડ પર ઓઈલનો વેપાર કરતો અને હયાતની વાડી વિસ્તારમાં રહેતો પરણિત યુવક મોહમદ હનીફ દસ્તગીર બદામ ઉ.વ.32 શુક્રવારે ગુમ થતા બાદ શનિવારે ગોધરા તાલુકાના બેટીયા ગામ નજીકના જંગલ વિસ્તારમાં રસ્તાની બાજુમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગોધરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા હત્યારા સામે ગુનો નોધાયો હતો. હત્યાની તપાસ ગોધરા એલસીબીને સોંપવામાં આવી હતી.

એલસીબી પીઆઇ કે.પી.જાડેજા તથા એલસીબી સ્ટાફે ટેકનિકલ સર્વેલેન્સ આધારે સલમાન મહમદ હનીફ ચુચલા રહે. ગોધરા ડાકોર રોડ, સીંગલ ફળીયા, અનવર કોઠીની બાજુમાં, ગોધરા હત્યામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે હત્યારો સલમાન મહમદ હનીફ ચુંચલાને પકડી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા સલમાન ચુંચલાએ મરણ જનારને છેતરીને સામલી બેટીયાના જંગલમાં લઇ જઇ છરાથી ઉપરા છાપરી ઘા કરી ખુન કરેલ હોવાની કબૂલાત કરેલ છે. આમ એલસીબી પોલીસે ગોધરા તાલુકા પોલીસ મથક ચાર દિવસ અગાઉ નોંધાયેલ હત્યાનો ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

ઉઘરાણીની અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી.
મરણ જનાર મોહમંદ હનીફ દસ્તગીર બદામે તેના મિત્ર સલમાન મહમદ હનીફ ચુચલાને 5 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જે ઉછીના 5 હજારની ઉઘરાણી મરજનાર મોહમદ બદામ કરતો હતો. વારેઘડીયે ઉઘરાણી કરવાની અદાવત રાખીને સલમાન ચુંચલાએ તેના મિત્રની હત્યા કરવાનું પૂર્વ આયોજીત કાવત્રરુ રચ્યું હતું. સલમાને મરનજનારને સામલીના જંગલમાં સિમેન્ટના પત્તરા પડ્યા છે. તેમ કહીને છેતરીને સામલીના જંગલમાં લઇ ગયો હતો. જંગલમાં સલમાને છરીના ઘા મારીને મોહમદ હનીફ દસ્તગીર બદામની હત્યા કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...