તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગોધરામાં લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતાં ફરિયાદ નોંધાઇ

ગોધરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરાની 21 વર્ષીય એક યુવતીની નવેક માસ પૂર્વે શહેરના બામરોલી રોડ પર રહેતા જીતેન્દ્ર હીરાભાઈ પરમાર સાથે સગાઇ થઈ હતી,ત્યારે ગત ૧૬ તારીખે નવું વર્ષ હોઈ જીતેન્દ્ર પરમાર ઘરે આવ્યો હતો, અને યુવતીના માતા સાથે વાત કરી યુવતીને બહાર ફરવા લઈ ગયો હતો. જ્યાં શહેરમાં આવેલા ત્રિમૂર્તિ મંદિર ખાતે થોડી વાર બેઠા પછી યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં ઘરે કોઈ હાજર ન મળી આવતા યુવતીએ તે જિતેન્દ્રને પૂછતાં જણાવ્યું હતું કે મારા માતા પિતા નવું વર્ષ હોઈ વતનમાં ગયા છે, બાદમાં યુવતીને આખો દિવસ પોતાની ઘરે રાખી હતી, રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં તે જીતેન્દ્રએ હું તારી સાથે જ લગ્ન કરીશ તેમ કહી યુવતી સાથે બિભત્સ માંગણી કરી હતી, ત્યારે યુવતીએ ના પાડવા છતાં જબરદસ્તી કરીને શારીરિક સબંધ બાંધ્યો હતો, બાદમાં યુવતીને ઘરે મૂકી આવ્યો હતો.

આ ઘટનાના બે દિવસ પછી તે જીતેન્દ્ર પરમાર પુનઃ યુવતીના ઘરે આવ્યો હતો,જ્યાં યુવતીના ઘરે તેની બહેન સિવાય કોઈ હાજર નહોતું, જેને લઇને જીતેન્દ્ર પુનઃ યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો અને અને મને તારી સાથે જ લગ્ન કરવા છે તેમ જણાવી પુનઃ મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો, અને યુવતીને ઘરે મૂકી જતો રહ્યો હતો, ત્યારે જીતેન્દ્ર પરમાર ચાર દિવસ બાદ ઘરે પુનઃ આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા નથી, અને જો તું આપણી વાત કોઈને જણાવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો, બાદમાં અવારનવાર નરાધમ દ્વારા યુવતી તેમજ તેના ઘરના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી અપાઅપાતાં યુવતીઅે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે જીતેન્દ્ર હીરાભાઈ પરમાર સામે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...