તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકાબૂ કોરોના:ગોધરામાં કોરોનાની ગતિમાં સતત વધારો એક જ દિવસમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવથી કોરોનાને છૂટો દોર
 • એક સપ્તાહમાં અધધ 108 કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના 28 કેસ નોધાતાં કુલ આંક 4337, કોરોનાના સક્રિય કેસનો આંકડો 202 પર પહોંચ્યો, તંત્ર ગંભીર નહીં બને તો કોરોના બેકાબૂ થશે

ગોધરા શહેરમાં કોરોના સતત બેકાબુ બનતાં શહેરના તમામ વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવ કેસ મળી રહ્યા છે. જેના પગલે છેલ્લા એક સપ્તાહમાં ગોધરામાંથી 108 કેસો મળી આવતા શહેરીજનોમાં ફફડાટ પેસી ગયો છે. તેમ છતા ગોધરા શહેરમાં લોકો બિંદાસ્ત રીતે હરતા ફરતા જોવા મળી રહ્યા છે. શહેરની દુકાનોમાં પણ સોસિયલ ડીસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર લોકો જોવા મળી રહ્યા છે. સાથે સાથે શહેરમાં કન્ટેઇન્મેન્ટ એરીયામાં પણ વધારો થઇ રહ્યો છે. તેમ છતા કોરોનાને ફેલાતો અટકાવવાના તંત્ર દ્વારા કોઇ કડક પગલા નહી કરવામાં આવતા સતત કોરોના સંક્રમણનો વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ શહેરીજનો સ્વયં કોરોનાના ટેસ્ટીંગ માટે સેન્ટર પહોચી રહ્યા છે. પરંતુ જયાં સુધી ગોધરા શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા એકશન પ્લાન તંત્ર નહિ બનાવે અને કડક કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી શહેરમાં કોરોના બેકાબુ થાય તો નવાઇ નહી.

આગામી દિવસોમાં હોળીના પર્વને લઇને સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાંથી વતન પરત ફરતા મુસાફરોની પણ તપાસ કરવામાં આવે તે હાલ ખુબજ જરૂરી છે. હાલ ગોધરા શહેરમાં જેવી રીતે સતત કોરોના સંક્રમણનો વધારો થઇ રહ્યો છે. તેવી જ રીતે જો ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર વર્તાશે તો તેને અટકાવવો મુશ્કેલ બનશે તે નક્કી છે. માટે તંત્ર દ્વારા ગોધરા શહેર સહિત જિલ્લામાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

હાલોલ પંથકમાં કોરોના પોઝિટિવ કેસો આવવાનો સિલસિલો યથાવત, ગુરુવારે વધુ 16 કેસ નોંધાયા
હાલોલ પંથકમાં કોરોના પોઝિટિવ કેસો આવવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે જેમાં ગુરુવારે કોરોના કેસોએ વેગ પકડી લીધો હતો અને 16 કેસ નોંધાવા પામ્યા હતા જેમાં હાલોલ નગર ખાતે વિવિધ વિસ્તારોમાંથી 10 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા જેમાં નગરની ઉમા સોસાયટી ખાતેથી 2 કેસ અને તેની બાજુમાં જ આવેલ શિવજીકૃપા નામની સોસાયટીમાંથી પણ 2 કેસ મળી આવ્યા હતા જ્યારે બાકીના 6 કેસો અન્ય વિસ્તારોમાંથી મળી આવ્યા હતા જ્યારે તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી અરાદ ગામમાંથી 4 કેસ કંજરી ગામેથી 1 કેસ અને વાઘબોડ ખાતેથી 1 કેસ મળી આવતા કુલ 6 કેસ ગ્રામ્ય પંથકમાંથી ગુરૂવારે મળી આવ્યા હતા જેમાં ગુરુવારે મળી આવેલા વધુ 16 કોરોના પોઝિટિવ કેસ સાથે પંથકની આજદિન સુધીની કુલ કેસોની સંખ્યા 1168 થવા પામી હતી જેમાંથી 30 લોકોના મોત નોંધાયા છે જ્યારે 1064 લોકો રિકવર થયા છે જોકે હાલમાં 74 કોરોના ગ્રસ્ત દર્દીઓના કેસો સક્રિય હોઇ હાલ તેઓ સારવાર હેઠળ હોવાની માહિતી હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પરેશ જોષીએ આપી હતી

જિલ્લામાં ગુરુવારે 28 કેસ નોંધાયા કુલ 3992 દર્દીઓ સ્વસ્થ થયા
પંચમહાલમાં મંગળવારે 28 કેસ નોધાતા કુલ 4337 કેસ થયા હતા. જિલ્લામાં શહેરી વિસ્તાર એવા ગોધરામાં 22 અને કાલોલમાં 2 કેસ મળી આવતાં શહેરી વિસ્તારમાં કુલ 3236 કેસ થયા હતા. જયારે ગોધરા ગ્રામ્યમાં 2 કેસ નોધાતાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1101 કેસ નોંધાયા છે. ગુરૂવારે 7 દર્દીઓને સાજા થતાં જિલ્લામાં કુલ 3992 દર્દીઓ સાજા થયા હતા. જિલ્લામાં સક્રીય દર્દીઓની સંખ્યા 202 પર પહોચી છે જેઓની હાલ સારવાર ચાલી રહી છે. જ્યારે કોવિડથી 69 અને નોન કોવિડથી 73 કોરોના દર્દીઓના મૃત્યુ પામ્યા હતા.

મહીસાગરમાં કોરાનાના 28 કેસ નોંધાતાં કુુલ 2268
મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા તેમ છતા મહિસાગરમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યુ છે. જિલ્લામાં ગુરૂવારે બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષ, કડાણા તાલુકાના 3 પુરૂષ, લુણાવાડા તાલુકાની 5 સ્ત્રી, 10 પુરૂષ, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, 3 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતાકુલ 2268 કેસ પોઝીટીવ નોધાયા છે. જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી કડાણા તાલુકાની 1 સ્ત્રી, લુણાવાડા તાલુકાની 2 પુરૂષ, સંતરામપુર તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં અાવતા કુલ 2115 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો