તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગોધરામાં ફાયરના નવા નિયમોથી નોટિસ આપેલા 250માંથી 150 એકમોને રાહત મળી

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મીટર કરતા ઓછા અેકમોને ફાયર NOCની જરૂર નથી, નવા નિયમથી જિલ્લાની 1200 શાળાઓ બચી ગઇ

તાજેતરમાં આગની ઘટનાઓને લઇને ફાયર એનઓસી ફરજીયાત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ સરકારે ફાયર એનઓસીમાં રાહત આપીને 9 મીટર ઉચાઇ સુઘીના બિલ્ડીગોને ફાયર એનઓસીમાંથી રાહત આપી હતી. ગોધરા નગર પાલીકા દ્વારા અગાઉ ફાયર સિસ્ટમ ન લગાવેલા 210 એકમોને નોટીસ ફટકારી હતી. પરંતુ ફાયરના નવા નિયમને લઇને 210 એકમોમાંથી 150 જેટલા એકમો 9 મીટર કરતા ઓછી ઉંચાઇના હોવાથી તેઓ ફાયર સીસ્ટમથી બચી ગયા હતા. પણ તેઓએ ફાયરને લઇને સેફટીના સાધનો તો રાખવા જ પડશે.

ફાયર એનઓસીને લઇને શિક્ષણ વિભાગ પણ ચિચિંત હતું. જિલ્લાની 1353 જેટલી પ્રાથમીક શાળાઓમાંથી ફાયરના નવા નિયમથી 1200 જેટલી શાળાઓને પણ રાહત થતાં લાખોનો ખર્ચ બચી ગયો હતો. શાળાઓમાં ફાયર ઇક્વિપમેન્ટ રાખવા ફરજીયાત છે. ગોધરામાં નોટીસ આપેલા 18 રેસીડન્સ 9 મીટરથી ઓછા હોવાથી તેઓને એનઓસી લેવાની જરૂર પડશે નહિ. પણ 9 મીટરથી ઉપરના અને 500 સ્કેવર ફુટ ધરાવતાં બિલ્ડીંગને ફરજીયાત ફાયર એનઓસી લેવું પડશે.

એનઓસી લેવાની તકલીફને લઇને રાજય સરકારે પાલીકાને જ એનઓસી આપવાની પરમીશન તો આપી દીધી છે. પણ હજુ સુધી વહીવટી ઓર્ડર ન આવતા એનઓસીની કામગીરી શરુ કરી શકાઇ નથી. હવે આગની ઘટના બને ત્યારે સરકારના નવા નિયમથી ફાયદો થાય કે નુકસાન તે સમય જ બતાવશે.

પ્રથમ ફાયર ભરતી પ્રક્રિયામાં પાલિકાને 2.50 લાખનુ નુકસાન
ગોધરા ફાયર વિભાગમાં ફાયર મેન સહીત 18 જણાની ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી હતી. તેમાં ઉમેદવારોને 200 મીટર સ્વીમીંગ અને 800 મીટર દોડ રાખતાં 320 ઉમેદવારોમાંથી ફક્ત 1 જ ઉમેદવાર પાસ થયો હતો. જેને લઇને નીયમો હળવા કરીને 100 મીટર સ્વીમીંગ અને 400 મીટર દોડ રાખવમાં આવતા હવે નવેસરથી ભરતી પ્રકીયા કરવામાં આવશે. અગાઉની ભરતી પ્રકીયાથી પાલીકાને 2.50 લાખ જેટલો રૂપિયાનો વેડફાટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...