નિદ્રાધિન પાલિકાઓ:પંચમહાલમાં 9 માસમાં 3312 લોકોને રખડતા શ્વાન કરડ્યા

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્વાન કરડવાના અસંખ્ય બનાવો છતાં નિદ્રાધિન પાલિકાઓ
 • ડિસેમ્બરમાં સાૈથી વધુ 685 લોકોને શ્વાન બચકાં ભર્યા

પંચમહાલ જિલ્લામાં શ્વાન કરડવાના બનાવો અધધધ બનવા પામ્યા છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 9 માસમાં 3312 લોકોને શ્વાન કરડવાના બનાવો બનવા પામ્યા છે. જે પૈકી ગત ડિસેમ્બર માસમાં જિલ્લામાં 685 લોકોને શ્વાન કરડવાના બનાવ બનવા પામ્યા છે. જેને લઈને રાહદારીઓ તેમજ બાઈક ચાલકોમાં ભારે દહેશત ફેલાવા પામી છે. જિલ્લામાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થયેલા વધારા બાદ પણ જિલ્લામાં આવેલી પાલિકાઓના પેટનું પાણી પણ હાલતું નથી.

જિલ્લામાં આવેલ 3 નગરપલિકા દ્વારા પણ શ્વાનના રસીકરણ કે તેમને પકડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે કાગળ પાર ચોક્કસથી કાર્યવાહી કરી હશે જ . સોશિયલ મીડિયામાં થોડા દિવસો પહેલા જ એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં એક નાની બાળકીને 5 જેટલા શ્વાન દ્વારા ઘરી લઈને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો, વિડીયો જોઈને જ ડર લાગે તેવી સ્થિતિનું નિર્માણ શ્વાનની ટોળકી દ્વારા કરવામાં આવ્યું હતું.

આવા કેટલાય બનાવો હાલ પંચમહાલ જિલ્લામાં બની રહ્યા છે જેનો બોલતો પુરાવો છે આ સરકારી આંકડા જ પંચમહાલની સૌથી મોટી સરકારી હોસ્પિટલ - ગોધરા સિવિલ હોસ્પિટલના ચોપડે શ્વાન કરડવાના જે કેસો નોંધાયા છે. તેમાં પંચમહાલ જિલ્લામાં છેલ્લા એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 3312 લોકો પર શ્વાન દ્વારા હુમલો કરી કરડવાના કેસો નોંધાયા હતા. જિલ્લામાં શ્વાન કરડવાના અધધ કહી શક્ય તેટલા કેસો નોંધાવા છતાં પણ જિલ્લામાં આવેલી પાલિકાના જવાબદારોના પેટનું પાણી પણ હાલતું નથી.

મેમાં સૌથી ઓછા બનાવ

 • એપ્રિલ 230
 • મે 212
 • જૂન 235
 • જુલાઈ 245
 • ઓગષ્ટ 383
 • સપ્ટેમ્બર 318
 • ઓક્ટોબર 457
 • નવેમ્બર 547
 • ડિસેમ્બર 685નો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...