જાસૂસી કાંડ:પાકિસ્તાન ગુપ્તચર એજન્સી સાથે ઇમરાન ગિતેલીના કનેકશન્સ, NIAએ વધુ તપાસ હાથ ધરી

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરાના રિક્ષાચાલક ઇમરાન યાકુબ ગિતેલીના કનેકશન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે મળતાં તેની તપાસ NIAએ હાથ ધરી છે. ઇમરાનના જાસૂસી કાંડ બાદ હાલ ગોધરાના 50થી વધુ લોકો પોલીસના રડારમાં હોવાનું ચર્ચાય છે. ઇમરાન ગિતેલી પાકિસ્તાનથી રેડિમેડ કપડા લાવીને ભારતમાં વેચાણ કરતો હતો. ઇમરાન અવારનવાર પાકિસ્તાન જતો હોવાથી આઇએસઆઇના સંપર્કમાં આવ્યો હોવાનું NIAની તપાસમાં બહાર આવ્યું હતુ.

NIA તેની 14 સપ્ટેબરના રોજ પોલન બજારના વાલી ફળિયામાંથી તેના ઘરેથી ગોધરા પોલીસની મદદથી ધરપકડ કરીને હૈદરાબાદ લઇ ગઇ હતી. પાકિસ્તાનના ISI માટે કામ કરતા ઇમરાન ગિતેલીના ઘરેથી દસ્તાવેજો સાથે બે પાકિસ્તાની સીમકાર્ડ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની જાસૂસીમાં સંડવાયેલા ઇમરાન ગિતેલીના નજીકના 5 સંબંધીઓની ગોધરા SOG પોલીસે આજે પુછપરછ કરી હતી.

મુંબઇના એજન્ટ દ્વારા પૈસાની લેવડ - દેવડ કરતો
ઇમરાન પાકિસ્તાન કયારે ગયેલો અને પાકિસ્તાન કોની સાથે વાત કરતો હતો, ISI સાથેના સંબંધ વિશે પરિવાર જાણતો હતો કે નહિ વગેરે પૂછપરછ કરી તેમના નિવેદનો લીધા હતા. NIAએ અગાઉ મુંબઇથી એક પાકિસ્તાની એજન્ટની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગોધરાના ઇમરાનના સંબંધ બહાર આવ્યા હતા. ઇમરાન મુંબઇના એજન્ટ પાસેથી રોકડ નાણાં લાવીને પોતાના ખાતામાં ભરીને નેવી અધિકારીઓ અને ખલાસીઓના ખાતામાં ટ્રાન્સફર કરતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પાકિસ્તાન ટેલિફોનિક વાતો કરતાં 50થી વધુ લોકોનું લિસ્ટ બન્યું
ગોધરાના કેટલાક લોકોના સંગાસંબધીઓ પાકિસ્તાન રહે છે. ઇમરાન પણ પાકિસ્તાનના ફેરા મારતો હોવાથી તેના સંબંધ પાકિસ્તાનના આઇએસઆઇ સાથે થયા હતા. જેને લઇને અગાઉ કેટલાક ગોધરાથી પાકિસ્તાન ગયા હતા. અને પાકિસ્તાન ટેલિફોનિક વાતો કરતાં લોકોમાંથી 50થી વધુ લોકોનું લિસ્ટ બન્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે ઇમરાન રિક્ષા ચલાવતો હતો અને તેના સંબંધ દેશ વિરોધી તત્વો સાથે મળી આવતાં તેના વિસ્તારના લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

સોશિયલ મીડિયાથી નેવીના અધિકારીઓ સાથે કોન્ટેક્ટમાં આવેલો
ઇમરાન યાકુબ ગિતેલી નેવીના અધિકારીનો કોન્ટેક્ટ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. ઇમરાન ગિતેલીએ પોતાના નામનું પણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતો હતો. જેમાં મનમોહક યુવતીઓના ફોટો અપલોડ કરેલા છે. ઇમરાન ગીતેલીના ફ્રેન્ડ લિસ્ટમાં અનેક પાકિસ્તાનીઓ જોડાયેલા છે. ઇમરાન સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક નેવીના અધિકારીઓ સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો અને દેશ વિરોધી માહિતીના બદલામાં ઇમરાન તેઓને પૈસા આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...