તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને હાલાકી:10 દિવસમાં વરસાદ નહિ થાય તો ખેડૂતોને 1.60 કરોડનું નુકસાન થશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ વાવેતરના 40 ટકા ખરીફ પાકનું વાવેતર નિષ્ફળ જશે.
  • ચાલુ વર્ષે 2 જુલાઇ સુધી જિ.માં 63230 હેકટરમાં વાવેતર થયું
  • પંચમહાલમાં સાૈથી વધુ 31 હજાર હેકટરમાં ડાંગરના પાકનુ વાવેતર, આ વર્ષે 10 દિવસ મોડું વાવેતર શરૂ થયું

પંચમહાલ જિલ્લાની મોટાભાગની ખેતી વરસાદ પર અાધારીત રહે છે. ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લાની કુલ ખેતી લાયક 1.71 લાખ હેકટર જમીનમાંથી 63230 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ખેડુતોઅે કર્યું છે. હાલ વરસાદે હાથતાળી અાપતા જગતનો તાત ચિતિંત બનીને વરસાદ માટે અાકાશ તરફ મીટ માંડીને બેઠો છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ પડયો નથી. જિલ્લામાં અાગામી 10 દિવસમાં વરસાદ નહિ પડે તો ખરીફ પાકના કુલ વાવેતરમાંથી 40 ટકા વાવેતર નિષ્ફળ જવાની ભીંતી સેવાઇ રહી છે.

જિલ્લામાં ઘોઘંબા, મોરવા(હ) સહીતના તાલુકાઅોમાં ઢાળ વાળી જમીન પર પાકનું વાવેતર કરવામાં અાવ્યું હોવાથી વરસાદની તાતી જરૂર પડે છે. જો વરસાદ ખેંચાસે તો ખેડૂતનો મહામુલો પાક સુકાઇ જશે જેથી ખેડૂતને ભારે નુકસાન વેઠવુ પડશે. જિલ્લાના ખેડૂતને અેક હેકટરમાં બિયારણ, ખાતર, મજુરી મળીને અંદાજીત રૂા. 8 હજાર જેટલો ખર્ચ થયા છે.

જો વરસાદ ખેંચાય તો જિલ્લાના કુલ વાવેતરમાંથી 20 હજાર હેકટરના પાકને નુકસાની થાય તો જિલ્લાના ખેડૂતોને રૂા.1.60 કરોડ જેટલું નુકસાન ભોગવુ પડશે. વરસાદ ખેચાય તો જિલ્લામાં ડાંગરની ફેર રોપણી મોડી થવાથી ડાંગરના પાકનું 30 ટકા ઉત્પાદન પણ ઘટી જશે. ત્યારે જિલ્લાના ખેડૂતો રિસાયેલા મેધરાજાને મણાવવા પ્રાર્થના કરી રહ્યા છે.

40 ટકા જેટલો પાક નિષ્ફળ જવાની વકી
જિલ્લામાં ખરીફ પાકનું કુલ 63230 હેકટરમાં વાવેતર થયા બાદ હાલ વરસાદ ખેચાયો છે. જો 10 દિવસમાં વરસાદ નહિ પડે તો કુલ વાવેતરનો 40 ટકા જેટલો પાક નિષ્ફળ જશે. પણ જો અડઘો ઇંચ પણ વરસાદ પડી જશે તો પાકને જીવતદાન મળી શકશે. મોડાં વરસાદથી ડાંગરની ફેર રોપણી મોડી થવાથી ઉત્પાદ ઘટી શકે તેમ છે. >જે.ડી.ચારેલ, ખેતીવાડી અધિકારી,પંચમહાલ

તાલુકા પ્રમાણે પાકનું થયેલ વાવેતર (હેક્ટરમાં)
તાલુકાડાંગરમકાઇતુવેરસોયાબીનકપાસ
ઘોઘંબા2621117593357137801
ગોધરા2421301655501245
હાલોલ11272445860127945
જાંબુઘોડા62701421182352480
કાલોલ5549465942451103
મોરવા(હ)80333426237336
શહેરા175511473187512171

જો અડધો ઇંચ વરસાદ પડી જાયતો પાકને જીવતદાન મળશે
જિલ્લામાં પ્રથમ વરસાદ પડતાં ખેડૂતોઅે ખરીફ પાકનુ વાવતેર કર્યું હતુ પણ છેલ્લા 10 દિવસમાં મેધરાજા ન વરસ્તા ખેડુતો ચિતીત બનીને અાકાશ તરફ નજર લગાવી રહ્યા છે. પરંતુ જો જિલ્લામાં ફક્ત અડઘો ઇચ વરસાદ પડી જાય તો ખેડુતોના પાકને જીવતદાન મળે. સારા પાક માટે જમીન ભેજવાળી અને વરસાદ જરૂરી છે. જેથી અડઘો ઇંચ વરસાદ બાદ થોડાક દિવસમાં વરસાદનું અાગમન થયા તો ખેડુતોનું વાવેતરનુ વળતર મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...