તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:પશ્ચિમ ભામૈયા ગામના ગ્રામજનોની વીજળી ન મળે તો આંદોલનની ચીમકી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામમા છેલ્લા કેટલાક સમયથી વિજ પુરવઠો બંધ રહે છે. ચોમાસાની ઋતુ અને વિજ પુરવઠો ન હોવાથી ગ્રામજનોને રાત્રીના સમયે સરીસૃપ અને ઝેરી જનાવર કરડી જવાનો ભય સતાવી રહ્યો છે. જ્યારે પશુ પાલકો પશુઓને પાણી પીવડાવવા માટે દુર તળાવ સુધી જવુ પડે છે. પશુઓને સમય પર પાણી ન મળતા પશુધનના આરોગ્ય અને દુધ પર અસર પડી છે. જ્યારે ખેડૂતોને ડાંગરના ધરૂ અને ખેતી પાણી ન હોવાથી સુકાઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વારંવાર મૌખિક અને ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો અને ખેડૂતો વિજ કચેરીએ પહોંચી વહેલી તકે વિજ પુરવઠો શરૂ થાય તેવી માંગણી સાથે અધિક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જો વિજ પુરવઠો સમયસર શરૂ કરવામાં નહી આવે તો આગામી સમયમાં કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...