તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • If The Lender In Panchmahal Charges More Interest, He Will Be Imprisoned For Two Years And Fined Rs. There Will Be A Fine Of 25 Thousand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:પંચમહાલમાં નાણાં ધીરનારા વધુ વ્યાજ લેશે તો બે વર્ષની કેદ અને રૂ. 25 હજાર દંડની સજા થશે

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં લાઇસન્સ વિના પૈસા આપી વ્યાજનો ધંધો કરનારાને પણ શિક્ષા કરાશે
 • વ્યાજે પૈસા આપનારને સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે

પંચમહાલ જિ. સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારની એક યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા નાણાં ધીરધાર કરનારાઓ બાબતના અધિનિયમ-2011ની સત્તાઓ બાબતે ધીરધારના નવા વ્યાજદર બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં નાણાં ધીરધાર કરનારાઓ અધિનિયમ-2011નો અમલ વધુ સારી રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારે 6 ફેબ્રુઆરી 2021ના જાહેરનામાથી આ અધિનિયમની સત્તા જે-તે જિલ્લાના જિ.સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને સોંપી છે.

આ જોગવાઈ મુજબ રાજ્યમાં પરવાના વિના નાણાં ધિરધાર કરવાનો ધંધો કરવો ગુનો બને છે. લાઇસન્સ વિના ધંધો કરનાર સામે કાયદાની જોગવાઇ મુજબ બે વર્ષ સુધીની કેદ અને રૂા.25,000 સુધીના દંડની સજા થઈ શકે છે. રાજ્ય સરકારે ધિરાણ કરેલ નાણાની રકમ ઉપર લેવાપાત્ર થતા વ્યાજના મહત્તમ દરો પણ નિયત કર્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા. 13 જાન્યુઆરી 2021ના જાહેરનામા મુજબ નાણાં ધીરધાર કરનાર કોઈ પણ વ્યક્તિ તારણ ઉપર આપેલ ધિરાણ ઉપર 12% તથા તારણ વગર આપેલ ધિરાણ ઉપર 15% નિયત કરેલું વ્યાજ વસૂલ કરી શકશે.

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરથી વધુ વ્યાજ વસૂલ કરનારને કાયદાની જોગવાઇ મુજબ બે વર્ષ સુધીની કેદ અને 25000 સુધીનો દંડ થઈ શકે છે. જિલ્લામાં જો કોઈ વ્યક્તિ લાઇસન્સ વિના કે નિયત વ્યાજથી વધુ વ્યાજે નાણાં ધીરતા હોય તો તેની રજૂઆત જિ.રજિસ્ટ્રારને કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો