તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરવા હડફની વિધાનસભાની પેટા ચૂંટણી:ગૃહમંત્રી છું એટલે કોંગ્રેસની તમામ ગતિવિધિની ખબર પડશે: પ્રદીપસિંહ જાડેજા

ગોધરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરવાહડફમાં ચૂંટણી કાર્યાલયના શુભારંભમાં પ્રદીપસિંહનુંં વિવાદિત નિવેદન
 • ભાજપનો વિજય નિશ્ચિત છે તેવા આત્મવિશ્વાસમાં ન રહેવા કાર્યકરોને અપીલ

મોરવા હડફની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના પ્રચાર કરવા અને ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવા પંચમહાલ જિલ્લાના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો,સાંસદ અને મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાર્યકરોને સંબોધન કર્યું કે પેટાચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે તેવા આત્મવિશ્વાસમાં ન રહી પૂરા ખંતથી ચૂંટણી પ્રચારમાં જોડાવા માટે કાર્યકરોને અપીલ કરી હતી. રાજ્યનો ગૃહમંત્રી છું એટલે આ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા થતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે. તેવું વિવાદિત નિવેદન ગૃહમંત્રીએ આપ્યું હતું.

ભાજપ ચૂંટણીઓ વખતે સરકારી તંત્રનો દુરુપયોગ ચૂંટણીમાં કરે છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે કરેલા આક્ષેપને સીધી રીતે ગૃહમંત્રીએ કબૂલાત કરી હોય તેમ નિવેદન પરથી લાગી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો