તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:સાપાંકુંડલામાં પત્નીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા ફટકારાઇ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેમ રાખીને પત્નીની હત્યા કરીને સળગાવી દીધી હતી
  • દુષ્પ્રેરણાકર્તા સામે પ્રથમ 306 બાદ 302ની કલમ ઉમેરાઇ હતી

ગોધરા તાલુકાના સાપાંકુંડલા ગામની સુશીલાબેન પટેલનો પતિ ભૂપતસિંહ શનાભાઇ પટેલ અને સાવકો પુત્ર બંને મૃતક સુશીલાબેન ઉપર ખરાબ ચાલચલગતનો વહેમ રાખી અવારનવાર મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા દુષ્પ્રેરીત કરતાં મૃતક સુશીલાબેનથી ત્રાસ સહન ન થતાં 21 મે 2017ના રોજ સાંપાકુંડલા ગામે પોતાની જાતે ધર સાથે સળગી ગઇ હોવાની ફરિયાદ નોધાવવામાં આવી હતી.

આ ફરિયાદની તપાસ કરનાર પોલીસ અધિકારી બાદ કોર્ટેમાં કેસ ચાલી જતાં અન્ય સહિત ડોક્ટરની જુબાની બાદ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુશીલાબેનના હાથ પગ કુહાડીથી ઇજાઓ કરતા કપાઇ ગયા હતા અને મૃતક સુશીલાબેન ઉપર કેરોસીન નાંખીને સળગાવીને મોત નીપજાવ્યું હતું. જે હત્યાનો કેસ પંચમહાલ જિલ્લા એડીશનલ સેશન્સ જજની કોર્ટે ચાલતા પુરવા અને સરકારી વકીલ રાકેશ ઠાકોરની દલીલ ગ્રાહ રાખીને કોર્ટે મૃતકના પતિ ભૂપતસિંહ શનાભાઇ પટેલને આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...