ઘોઘંબા તાલુકાના મોલ ગામે રહેતાં સોપારભાઇ નગરીયાભાઇ રાઠવા તેની સાસરી લાબડાધરા ગામે તેની પત્ની જયા ઉર્ફે અનીને તેડવા જતાં તેની પત્નીએ કહ્યુ કે હું તારા ઘરે આવવાની નથી અને છૂટાછેડા લઇ લેવાની છું, તેમ કહી સોપારને ઝાપટ મારી હતી.
દરમિયાન સોપારભાઇના સસરા અમરસીંગભાઇ રાવસીંગભાઇ રાઠવા તથા સાસુ ગુજલીબેન અમરસીંગભાઇ રાઠવાએ કહ્યુ કે મારી છોકરી જયાના લગ્ન ઉપર દાવાના રૂપિયા એક લાખ સાત હજાર લીધા છે, તે અમો જમીન વેચીને પણ પાછા આપી દેશુ પરંતુ તમારા ઘરે મારી છોકરી મોકલવાની નથી. જ્યારે સોપારભાઇની પત્ની જયાબેનને મહેશ સોમભાઇ રાઠવા સાથે પ્રેમ સંબંધ હોવાનું તેની સાથે વાતો કરું છું તેમ કહેતા પત્નીએ પતિને ઝાપડ મારી દીધી હતી. ત્યાર બાદ મહેશ સોમાભાઇ રાઠવાએ સોપારભાઇને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સોપારભાઇ 30 એપ્રિલના રોજ પોતાની પત્નીને તેડવા ગયા બાદ તેના સસરાના ખેતરના ઝાડ પર પ્લાસ્ટીકના દોરા વડે ગળે ફોસો ખાધેલી લાશ મળી આવી હતી. તેમજ સ્થળ ઉપર પોલીસે તપાસ કરતાં મૃતકના શર્ટના બટર તૂટી ગયેલા હતા અને ખેતરમાં દૂર બાઇક પડી હતી. તેની આસપાસ ઢસડી જવાના નિશાન મળી આવ્યા હતા. મૃતદેહનું પેનલ પીએમ કરતાં પીએમ રિપોર્ટમાં મૃતકની હત્યા કરી હોવાનું જણાઇ આવ્યું હતું.
સોપાનભાઇને તેની પત્ની, સસરા, સાસુ તથા પત્નીના પ્રેમીએ એક સંપ કરીને ઢસડીને ઝાડ પર લટકાવીને ગળેફાસો આપીને મારી નાખ્યો હોવાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે નોંધાઇ હતી. રાજગઢ પોલીસે હત્યામાં સંડોયેલાઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.