કાર્યવાહી:ગોધરાના વાગડીયાવાસમાં દારૂ વેચતા પતિ- પત્નીને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યા

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને પાસેથી દારૂ વેચીને મળેલા રોકડા રૂા.17,860 મળી અાવ્યા

ગોધરાના ભુરાવાવના વાગડીયાવાસમાં સ્ટેટ મોનીટરી સેલ પોલીસે દારૂના વેચાણ કરતા પતિ- પત્નીને પકડી પાડયા હતા. પોલીસે 45 હજારનો દારૂ મળીને કુલ 83.88 હજારનો મુદ્દામાલ કબજે કરીને બે સામે ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે પ્રોહિનો ગુનો નોધીંને કાર્યવાહી કરી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં અાવેલ વાગડીવાસમાં રહેતા જોનીભાઇ તાવીયાડ તેમના મકાનમાં તથા અાસપાસના મકાનમંા દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. તેવી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને મળી હતી. બાતમીના અાધારે વિજીલન્સ પોલીસે ગોધરાના વાગડીયાવાસમાં બાતમીવાળા મકાનમાં છાપો માર્યો હતો. પોલીસે જોનીભાઇ ગમીરભાઇ તાવીયાડ તથા તેની પત્ની મનીષાબેન જોનીભાઇ તાવીયાડને પકડી પાડી હતા. તેઅોની પાસેથી દારૂના વેચાણ કરીને મળેલ રૂા.17860 રોકડા મળી અાવ્યા હતા.

પોલીસે વાગડીયાવાસના અન્ય અેક મકાનમાં તપાસ કરતાં 45520 રૂનો દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે પકડાયેલા જોનીભાઇની પુરછપરછ કરતાં તેમને જણાવેલ કે હું,મારી પત્ની તથા મારી મારી માતા સાથે મળીને દારૂનું વેચાણ કરીઅે છીઅે અેકટીવા પર દારૂની ડીલીવરી અાપવા જઇઅે છીઅે.

તેમજ અા દારૂનો જથ્થો ભુરાભાઇ નમનો ઇસમ રીક્ષામાં દારૂનો જથ્થો ભરીને અાપી જાય છે. તેમ જણાવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો, અેકટીવા, રોકડ રકમ સહીત મળીને કુલ રૂા.83,880નો મુદ્દામાલ કબજે કરીને ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે ચાર સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...