શાકભાજી સ્સ્તી:શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ ઘટતાં ગૃહિણીઓ ખુશખુશાલ

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રાજ્યોમાંથી આવતા શાકના ભાવ થોડા વધારે : ડુંગળીના ભાવ યથાવત

દિવાળીના તહેવારો પૂર્ણ થતા ધીમે ધીમે શિયાળાની પણ શરૂઆત થઇ રહી છે. ત્યારે બજારમાં વિવિધ પ્રકારના શાકભાજીની અાવકમાં પણ વધારો થતા ચોમાસાની વિદાય વેળા અને તહેવારોમાં આસમાને પહોચેલા શાકભાજીના ભાવને કારણે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું હતુ. પરંતુ હાલ ગુજરાતમાંથી આવક ચાલુ થઇ ન હોવાથી તેના ભાવ થોડા વધુ છે. બાકી અન્ય શાકભાજી સ્સ્તી થઈ છે.

શાકભાજીના ભાવમાં ધટાડો થતા શાકમાર્કેટના વિક્રેતાઓ ઉપરાંત નાના વિક્રેતાઓ અને લારીઓ ફેરવી શાકનું વેચાણ કરતાં ફેરીયા પણ ભાવમાં ઘટાડો થયા બાદ માંગમાં વધારો થયો હોવાનું જણાવી રહ્યા છે. અને પરિવારના સ્વાસ્થ્યર્ની જવાબદારી જેમના શીરે છે તે ગૃહિણીઓમાં શિયાળામાં સ્વાસ્થ્યપ્રદ શાકભાજીની ખરીદી કરતા ખુશી જોવા મળી રહી છે. જોકે ખેડૂત ગ્રાહક બજારની પણ થોડી ઘણી અસર વેચાણ પર પડી રહી હોવાનું ચર્ચાયું છે . શાકભાજીની માંગ વધી અને ભાવ ઘટયા છે. ડુંગરીના ભાવ હજી ઘટયા નથી.

શાકભાજીના 500 ગ્રામના ભાવ

શાકભાજીપહેલાહાલ
તુવેર6040
ટીંડોળા4025
ફ્લાવર4030
રીંગણ2015
ભીંડા4040
શાકભાજીપહેલાહાલ
ટામેટા4030
બટાકા1510
ડુંગળી2525
વટાણા140120
કોથમીર10080
અન્ય સમાચારો પણ છે...