તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મુનપુર ફોરેસ્ટના 3 રોજમદારને ફરજ પર હાજર કરવા હાઇકોર્ટનાે આદેશ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટે ગોધરા મજૂર અદાલતનો આદેશ યથાવત રાખ્યો

પંચમહાલ જીલ્લામાં જે તે સમયે રેન્જ ફોરેસ્ટ ઓફીસ નોર્મલ, રૅન્જ મુનપુરના નામથી ઓળખાતી કચેરીમાં રોજમદાર મજુર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા ધુળાભાઈ ડામોર, ગલાભાઈ પાંડોર તથા પ્રતાપભાઈ ડામોરને સંસ્થાના અધિકારીઓ દ્વારા તા.1 અોગષ્ટ 78ના રોજ ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છુટા કરતા તેઓએ તેમને થયેલ અન્યાય બાબતે સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખનો સંપર્ક કરતા ફેડરેશને રેન્જ ફોરેસ્ટ ઓફીસર મુનપુરને ઔઘોગિક વિવાદ ધારા હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મુળ જગ્યાએ પુનઃ સ્થાપિત થવાની નોટીસ પાઠવેલ.

પરંતુ તે બાબતે સંસ્થા તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા વિવાદ મદદનીશ શ્રમ આયુકત ગોધરામાં દાખલ કરવામાં અાવ્યો પરંતુ સુખદ સમાધાન ન થતાં મદદનીશ શ્રમ અાયુકત ગોધરાએ આ વિવાદ ન્યાય નિર્ણય માટે મજુર અદાલત ગોધરા સમક્ષ રેફરન્સ કરેલ . જેમા કેસ ચાલતા ગોધરા મજુર અદાલતના ન્યાયાધીશે ત્રણેય રોજમદાર મજુરોને તેમના મુળ સ્ટેટસથી નોકરીમાં હાજર કરવા અને ખર્ચ ચુકવવાનો આદેશ કેરેલ હતો. જે હુકમ સામે સંસ્થાઅે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પે. સી. એપ્લી. દાખલ કરેલ હતી.

જે અરજી ચાલી જતાં નામદાર હાઈકોર્ટે ગોધરા મજુર અદાલતનો હુકમ યથાવત રાખવાનો આદેશ કરેલ, આમ તે હુકમથી નારાજ થઈ સામાવાળા તરફથી બે ન્યાયાધીશોની ખંડ પીઠમાં એલ , પી.એ. દાખલ કરેલ અને તે અરજીમાં અરજદારોનો મુળ હુકમ સ્ટે કરવાની માંગણી કરેલ.

પરંતુ હાઈકોર્ટના માનનીય ન્યાયમુર્તિ એ. જી. ઉરેજી તા. 18-3-21ના રોજ તેમની અરજીમાં માગેલ મનાઈ હુકમની દાદ રદ કરી મજુર અદાલત ગોધરાનો હુકમ યથાવત રાખતા અરજદાર ધુળાભાઈ ફતાભાઈ ડામોર, ગલાભાઈ ફતાભાઈ પાંડોર તથા પ્રતાપભાઈ કાળુભાઈ ડામોરને લાંબા સમય બાદ નોકરી પર હાજર કરવાના હુકમ સાથે સરકારના પરીપત્રના લાભો પણ મળવાપાત્ર થતા કામદારોમાં ખુશી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...