હાઇકોર્ટનો આદેશ:R&Bના શ્રમયોગીઓને પુરેપુરા લાભો ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્તિ બાદ ચૂકવવા પાત્ર લાભો અપૂરતા ચૂકવાયા હતા

પંચમહાલના R&Bના હાલોલ વિભાગમાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા જશવંતભાઈ પ્રભાતભાઈ પરમાર તથા મહિસાગરના લુણાવાડા મુકામે R&Bમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ બાબુભાઈ ડામોરને વય નિવૃતિ થતા નોકરીમાંથી નિવૃત્ત કરાયા હતા.

પરંતુ નિયમોનુસાર રોજમદાર તરીકે નોકરીનો સમયગાળો સળંગ ગણી ગ્રેજ્યુટી, 300 રજાઓ, પેન્શન અને અન્ય ભથ્થાઓ ચૂકવવાની જોગવાઈ હોવા છતાં લાભો ચૂકવવાના બદલે નોકરીના 10 વર્ષ બાદ કરી અધૂરા અને અપૂરતા લાભો ચૂકવતા બંને રોજમદારોઅે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન દ્વારા કામદાર તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દીપક આર દવે મારફતે કેસ દાખલ કરવામાં આવેલ ત્યાર બાદ બંને પક્ષકારોની દલીલો ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ કારીયેલે સાંભળી મળવાપાત્ર લાભોથી વંચિત રહેલ બંને કામદારોને રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી તેમને મળવાપાત્ર બાકી નીકળતા લાભો ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવેલ છે. અને તેના ઉપર 6 ટકા વ્યાજ ચૂકવવું અને આ હુકમનો અમલ હુકમ મળેથી 8 અઠવાડિયામાં કરવાનો પણ આદેશ ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...