આદેશ:પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના 131 રોજમદારોને હકની રકમ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના માર્ગ અને મકાન વિભાગમા ફરજ બજાવી ચૂકેલા નિવૃત કર્મચારીઓને નિવૃત્તિ સમયે જે કઈ હકક હિસ્સાઓ છે તે તેમની રોજમદાર તરીકેની નોકરીની દાખલ તારીખ ગણી ચૂકવવાની જોગવાઈઓ હોવા છતા નિવૃત્તિ સમયે તેઓને હકક હિસ્સાઓ અધુરા અને અપુરતા ચૂકવાતા કુલ 131 જેટલા કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ અંબાલાલ એસ.ભોઈને મળી તેમને થયેલા અન્યાય બાબતે રજુઆત કરતા ફેડરેશન દ્વારા લાગતા વળગતા જિલ્લાના અધિકારીઓને બાકી નીકળતા હકક હિસ્સાઓ ચૂકવી આપવા રિપ્રેઝન્ટેશન કર્યા હતા.

ત્યાર બાદ તેનો યોગ્ય પ્રત્યતુર ન મળતા ત્રણેય જિલ્લાના ૧૩૧ કામદારોને તે લાભો મેળવવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવેલા જિલ્લાના કામદારોને બાકી નીકળતા હકક હિસ્સો ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. જે આદેશનો પણ કોઈ અમલ કરવામા આવ્યો ન હતો. જેને લઈ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પે.સી.એપ્લિકેશનના થયેલા હુકમના અનાદર બદલ કંટેમ્પટ ઓફ બોર્ડની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેની સુનાવણી થતા ગુજરાત સરકારના અધિક સચિવ (પંચાયત) પંચાયત, ગ્રા.ગૃ.નિ.અને ગ્રા.વિ.વિભાગ ગાંધીનગર દ્વારા તા.3-8-2021ના રોજનો પરિપત્ર જાહેર કરી પીટીશન સાથે સંકળાયેલા 131 કામદારોને રોજમદાર તરીકેની સળંગ સેવા ગણી બાકી નીકળતા તમામ લાભ જેવા કે રીવાઈઝ પેંશન, ગ્રેજ્યુઈટી, લીવ ઇનકેશમેન્ટ તથા તે રકમ ઉપર થતુ 6.50% વ્યાજ સહીત ચૂકવણું કરવા અંગેનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન તથા ૧૩૧ કામદારો તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દિપક આર. દવે હાજર રહી આ ગરીબ અને આિદવાસી વિસ્તારના કામદારોને વહેલી તકે બાકી નીકળતી હકક હિસ્સાની રકમ ચૂકવણી થાય તે બાબતે ગુજરાત હાઈકોર્ટ ને અરજ કરતા ગુજરાત હાઈકોર્ટ ના ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ તથા ડો.એ.પી.ઠાકર દ્વારા તમામ લાભોનું છ અઠવાડીયામાં ચુકવણું કરવાનો આદેશ કર્યો છે. જે આદેશને ધ્યાને લઈ સરકારે ચુકવણું કરવા બાબતે પરિપત્ર બહાર પાડતા કામદાર આલમમાં આનંદની લાગણી પ્રવતી છે.

અન્ય સમાચારો પણ છે...