હુકુમ:શ્રમયોગીને પેન્શનના લાભો આપવા હાઈકોર્ટનો આદેશ

કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના ગોધરા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં રોજમદાર તરીકે તા.7 નવે.1979 થી ફરજ બજાવતા રણછોડ પરમાર અને શહેરા પાનમમાં તા.1 અેપ્રિલ 1981થી ફરજ બજાવતા ભુરા બારીયા નિવૃત કરેલ મળવાપાત્ર પેન્શન યોજનાના લાભ આપેલ ન હતા.

આ દરમિયાન રણછોડભાઈ નુ તા.30 અોક્ટો 2008ના રોજ અવસાન થતા વારસદાર પુત્રી મંગુબેન તથા પાનમ યોજના વિભાગમાં નોકરી કરતાં ભુરાભાઈ બારીયાએ સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખનો સંપર્ક કરી હાઈકોર્ટમાં એડવોકેટ દીપક આર દવે મારફતે એપ્લિકેશન દાખલ કરેલ જે ચાલતાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે બંને કામદારોને રોજમદાર તરીકે સળંગ નોકરી ગણી નિવૃત્તિથી પૂરેપૂરું પેન્શન પેન્શન આપવાનો આદેશ કર્યો.

અન્ય સમાચારો પણ છે...