સારવાર:માલવણ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તૈયાર કરેલો હર્બલ બગીચો, હર્બલ ગાર્ડનમાં ઔષધિઓ અને શાકભાજી ઉગાડાઇ છે

માલવણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દવાખાનાનું નામ આવે અને એ પણ સરકારી દવાખાનું એટલે દવાઓની ગંધ અને દર્દીઓની પથારી નજર સામે આવે પરંતુ માલવણ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ડોક્ટર નિલય કસબાતી તથા સ્ટાફની મહેનતથી પરીસરમાં હર્બલ બગીચો તૈયાર કરી એક નજરે દવાખાનું નહીં પણ બગીચો લાગે આ હર્બલ ગાર્ડનમાં વિવિધ ઔષધિયો અને શાકભાજી ઉગાડવામાં આવ્‍યા છે. જેમા રોગપ્રતિકારક શકિતમાં વધારો કરતા એવા સરગવો, અરડૂસી, તુલસી, કુંવારપાઠું અને ગળો જેવા ઔષધિય છોડોની સાથે રીંગણ, કાકડી, ભીંડા, દૂધી અને વાલોળ જેવા શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે.

ભંગાર વસ્તુઓનો ઉપયોગ કરી હર્બલ ગાર્ડને આર્કષણ વધાર્યુ છે. બાગમાં ઉછેરેલા શાકભાજી સગર્ભા માતાઓને મફતમાં આપવામાં આવે છે. વેઇટિંગ એરિયા પણ બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. જેથી અહિયાં દવા લેવા આવતા દર્દીઓને કુદરતી વાતાવરણ મળે અને કુદરતના સાનિધ્યમાં આવ્યા હોય તેમ શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ મળતા અહી આવતા દર્દીઓ એવું લાગતુ જ નથી કે તેઓ દવાખાને જઈએ છીએ અમને એમ લાગે છે કે અમે બગીચામાં ફરવા આવીએ છીએ અને દર્દીને દર્દનો અહેસાસ ઓછો થાય છે. વધુમાં ડોકટર નિલય કસબાતી દર્દીઓને ઔષધિય છોડો અને તેમના ઉપયોગ વિષે પણ માહિતી આપે છે.

અન્ય સમાચારો પણ છે...