તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ગોધરા સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં 2 વર્ષમાં 424 સંક્રમિત બાળકોને સાજા કર્યા

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળ દરમિયાન 2599થી વધુ બાળકોને દાખલ કરી સારવાર અપાઈ

ગોધરા સિવિલ હોસ્પિટલનો પિડીયાટ્રીક વોર્ડ કોરોના કાળ દરમિયાન વિવિધ તકલીફોથી પીડાતા નવજાત શિશુઓ અને બાળકો માટે રાહતરૂપ વિસામો બની રહ્યો છે. કોરોના સંક્રમણના કપરા સમયે પણ જિલ્લાના નવજાત શિશુઓ-બાળને શ્રેષ્ઠ સારવાર સતત મળી રહે તે સુનિશ્ચિત કરતા એપ્રિલ-2020 થી એપ્રિલ-2021 દરમિયાન કુલ 2599થી વધુ બાળકોને સારવાર અાપવામાં અાવી.

જન્મ સમયે અતિ ઓછું કે ઓછુ વજન ધરાવતા શિશુઓ, અધૂરા માસે જન્મેલા બાળકોમાં વિકાસની સમસ્યા, નવજાત શિશુઓમાં વિવિધ પ્રકારના ચેપ સહિતના સ્વાસ્થ્યના પ્રશ્નો માટે વિશેષ પ્રકારની સુવિધાઓ સાથે સારવારની જરૂર પડતી હોય છે, જે માટે ગોધરા સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વોર્ડમાં કુલ 15થી વધુ બેડ્સ અને ગંભીર સ્થિતિના બાળકો માટે 03 આઈસીયુ બેડ્સની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં પિડીયાટ્રીક એમ.ડી. ડો. સંગીતા પી. કુમારના નેતૃત્વ નીચે 7 રેસીડેન્ટ ડોક્ટર્સ (સીબીએસ)ની ટીમ નાનકડા ભૂલકાઓની સારવાર કરવા માટે ખડેપગે હાજર રહે છે.

આ સમયગાળા દરમિયાન પિડીયાટ્રીક વોર્ડમાં કુલ 1533 તેમજ પોષણની જટિલ સમસ્યા ધરાવતા 68 બાળકોને ન્યુટ્રીશન રીહેબિલીટેશન સેન્ટરમાં, જન્મ સાથે બિમાર હોય તેવા 773 બાળકોને સિક ન્યુબોર્ન કેર યુનિટમાં અને વધુ ગંભીર સ્થિતિમાં હોય તેવા 225 બાળકોને પિડીયાટ્રીક આઈસીયુમાં રાહતદરે સારવાર આપી છે. વિભાગના ડો. મૌલિક જણાવે છે કે મોટેભાગે નવજાત શિશુને ચેપ જે શિશુઓમાં મરણનું સૌથી મોટું કારણ છે, સેપ્ટીસેમિયા, ઓછા વજન અને અધૂરા વિકાસના કારણે થતી વિવિધ સમસ્યાઓ, એનિમિયાની ગંભીર સ્થિતિ, શ્વાસને લગતી સમસ્યાઓના કારણે પંચમહાલ અને મહિસાગરના બાળકો સારવાર માટે આવે છે. જેમને આઈ.વી. એન્ટિબાયોટિક, જરૂર પડ્યે બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ઓક્સિજન સપોર્ટ સહિતની સારવાર આપે છે.

બાળકની સ્થિતિ અને વિકાસ ઈચ્છનીય સ્થિતિમાં આવે ત્યાર બાદ તેને જરૂરી સૂચનાઓ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવે છે અને ડિસ્ચાર્જ બાદ પણ 2 મહિના સુધી તેના વજન સહિતના પેરામીટર્સ ટ્રેક કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...