કાર્યવાહી:હાલોલથી રું.4.67 લાખના દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રવાલઢાબા પાસે ટેન્કરમાં દારૂ સંતાડેલો હતો
  • હાલોલ પોલીસે 6,67,972નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યમાં હાલ ગ્રામંચાયતની ચુંટણીનો ધમધમાટ અંતિમ દોરમાં ચાલી રહ્યો છે. જેને લઇને મતદારોને પોતાના તરફી મતદાન કરવા માટે ઉમેદવારો દ્વારા લોઅને લાલચ અાપી રહ્ય છે. જેમા દારૂ સહિતની કેટલીક ચિજ વસ્તુઅોની વહેચણી કરવામાં અાવતી હોય છે. પંચમહાલ જિલ્લામાં યોજાનાર ચૂટણીમાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઅો દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન અાપવામાં અાવ્યા હતા.

જે માર્ગદર્શન મુજબ ગોધરા LCB પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજાને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરના ડામરના ટાટા ૪૦૭ પીકપ ટૅન્કરની અંદર વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને બે ઇસમો ગોધરા તરફથી નિકળી હાલોલ થઈ વડોદરા જવા માટે નિકળેલા છે.

મળેલ પાકી બાતમીના આધારે પોસઇ આઇ એ સીસોદીયા તથા LCB સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યા હાલોલ ટોલનાકા નજીક આવેલ અગ્રવાલઢાબા પાસે પીકપ ટૅન્કરની તપાસ કરતા રોયલ ક્લાસીકના પાઉચ નંગ 5952 જેની કી.રૂા.4,16,640, કેરીબે થ્રી એક્સ રમ કાચના કવાટરીયા નંગ 432 જેની કી.રૂા.30,672, કીંગફીશર બીયરના ટીન નંગ 168 જેની કી.રૂા.20,160, મોબાઈલ ફોન જેની કી.રૂા.500 તથા ટાટા 407 ટેન્કર જેની કિ.રૂા. 2,00,000 મળી કુલ રૂા.6,67,970ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

તથા આરોપીઓ મહાવીરસીંગ ફૌજસીંગ પુરાવત રહે.ગામ સાલરીયા પોસ્ટ સવાઈપુર તા.કોટરી જી.ભીલવાડા રાજસ્થાન અને વિનોદકુમાર ઉર્ફે મુકેશ ભેરૂલાલજી ઉર્ફે દેવું ડાંગી રહે.ગામ મેનપુરીયા તા.વલ્લભનગર જી.ઉદયપુર રાજસ્થાન વિરૂધ્ધમાં પ્રોહી મુદ્દામાલ મળી અાવતા કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...