હુકુમ:કાલોલ કેળવણી પ્રચારક મંડળના 3ના જામીન હાલોલ કોર્ટે નામંજૂર કર્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખ, મંત્રી તથા શિક્ષકના જામીન નામંજૂર કરાયા
  • હાજર થયેલ​​​​​​​ સહાયક શિક્ષક પાસેથી ડોનેશન પેટે લાંચ માંગી હતી

કાલોલ નગરમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લસ હાઇસ્કુલ તથા એમ.જી.એસ. હાઇસ્કુલ અાવેલ છે. કાલોલની શ્રીમતી સી.બી.ગર્લસ હાઇસ્કુલમાં સરકારે સહાયક શિક્ષક તરીકે નિમણુંકનો અોર્ડર અાપતા શિક્ષક હાઇસ્કૂલમાં હાજર થયા હતા. કાલોલ કેળવણી પ્રચારક મંડળના ઉપપ્રમુખ જયંતકુમાર રતિલાલ મહેતા અને મંડળના મંત્રી વિરેન્દ્ર પ્રવિણચન્દ્ર મહેતાઅે સહાયક શિક્ષિકા પાસે ડોનેશન પેટે પ્રથમ 3 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.

અોછુ કરવાની વિનંતી કરતાં મંડળના ઉપપ્રમુેખ અને મંત્રીઅે રૂા. અેક લાખ રૂપિયા લેવા સંમત થથા હતા અને લાંચની રકમ અાપવા શાળાના શિક્ષક કરણસિંહ અનોપસિંહ પુવાર ફરીયાદી પર દબાણ કરતો હતો. શાળાના સંચાલકોને લાંચની રકમ ફરીયાદી અાપવા ન માંગતા તેઅોઅે અેસીબીમાં ફરીયાદ કરી હતી. અને અેસીબી દ્વારા છટકું ગોઠવી અેક લાખની લાંચ લેતા શિક્ષક કિરણસિંહ અનોપસિંહ પુવાર, કાલોલ કેળવણી પ્રચારક મંડળ ના ઉપપ્રમુખ જયંતકુમાર રતિલાલ મહેતા તથા મંત્રી વિરેન્દ્ર પ્રવિણચન્દ્ર મહેતાને ઝડપી પાડ્યા હતા

ત્યાર બાદ મંડળના ઉપપ્રમુખ, મંત્રી તથા શિક્ષકે હાલોલ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરેલ હતી. અરજીના સંદર્ભે હાલોલ ની કોર્ટમાં સુનાવણી ચાલતા સરકારી વકીલ અાર ડી શુક્લા દ્વારા જરૂરી ધારદાર રજુઅાતો કરાતા અેડીસ્નલ સેશન્સ જજ લીલાભાઇ ગોવિંદભાઇ ચુડાસમાઅે કાલોલ શિક્ષણ મંડળના ઉપપ્રમુખ, મંત્રી તથા શિક્ષકના જામીન ના મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...