તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન ક્યારે આપશો?:હડફ, કબૂતરી-અદલવાડા ડેમના 100 ઉપરાંત વિસ્થાપિતો 40 વર્ષ બાદ પણ જમીનથી વંચિત, ખેડૂતોમાં આક્રોશ ફેલાયો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના હડફ, કબુતરી અને અદલવાડા ડેમના અસરગ્રસ્તો કફોડી સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. - Divya Bhaskar
પંચમહાલ જિલ્લાના હડફ, કબુતરી અને અદલવાડા ડેમના અસરગ્રસ્તો કફોડી સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.
 • જમીનના બદલામાં રૂ.10 હજારનું વળતર યોગ્ય ન હોઈ વિચારણા કરવા માટે એ વખતના કલેકટર મનીષા ચંદ્રાએ પણ સરકારને ભલામણ કરી
 • સરકાર ગરીબ - અભણ અસરગ્રસ્તો સામે જોઇને જમીન આપે : અસરગ્રસ્તો
 • સિંચાઈ વિભાગ દ્વારા 5 એકરના રૂ.10 હજાર વળતર આપી સંતોષ માની લેવાતાં ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

પંચમહાલ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા વર્ષ 1978માં હડફ , કબુતરી અને અદલવાડા ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્રણેય ડેમના બાંધકામ માટે જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું.

જેમાં હડફ ડેમના નિર્માણ માટે લીમખેડા તાલુકાના 7 ગામોના 670 ખેડૂત ખાતેદારોની જમીન, કબુતરી ડેમના બાંધકામ માટે લીમખેડા તાલુકાના 5 ગામોના 169 ખેડૂત ખાતેદારોની જમીન અને અદલવાડા ડેમના બાંધકામ માટે ધાનપુર તાલુકાના 101 ખેડૂત ખાતેદારો આમ ત્રણેય યોજનાના બાંધકામ માટે કુલ 940 ખેડૂતોની જમીન સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવી હતી. જમીન અધિગ્રહણ કરવામાં આવ્યા બાદ ત્રણેય ડેમનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું અને જમીન અધિગ્રહણ કરવાથી અસરગ્રસ્ત બનેલા તમામ 940 વિસ્થાપિતોને વર્ષ 1982માં પંચમહાલ જીલ્લાના ગોધરા અને શહેરા તાલુકામાં આવેલી જંગલની જમીનમાં વન વિભાગની મંજુરીની અપેક્ષાએ સરકાર દ્વારા વિસ્થાપિત કરવાના હુકમો આવ્યા હતા.

બાદમાં વનસંરક્ષક ધારો 1980 અમલમાં આવતા 1982ના વર્ષમાં જંગલની જમીનમાં વિસ્થાપિત કરવા અંગેના સરકારના જ હુકમો રદ્દ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલાની કાર્યવાહી જાણે અભરાઈએ ચઢી ગઈ. સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા અનેક રજુઆતો બાદ વનસંરક્ષણ ધારા 1980ની જોગવાઈઓ અનુસાર વર્ષ 2009માં કેન્દ્ર સરકારમાં જંગલની જમીનને ડીફોરેસ્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં કુલ 940 અસરગ્રસ્તો પૈકી 461 અસરગ્રસ્તોને સરકારના ઠરાવ પ્રમાણે એક એકરના રૂ.2000 લેખે 5 એકરના કુલ રૂ.10000નું વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાનું દરખાસ્તમાં જણાવી 479 અસરગ્રસ્તોને જમીનઅધિકારપત્રો આપવા અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહીના અંતે કેન્દ્રીય પર્યાવરણ સમિતિ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પંચમહાલ જીલ્લાના ગોધરા અને શહેરા તાલુકાની જંગલની જમીનને ડીફોરેસ્ટ કરવા માટે જંગલની જમીનના બદલામાં સરકાર પાસેથી જંગલની જમીન વન વિભાગને આપવાની તેમજ નિભાવણી ખર્ચની રકમ રૂ.122 કરોડ રકમ વન વિભાગને આપવાનો હુકમ કરવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ગોધરા અને શહેરા તાલુકાની જંગલની જમીનના બદલામાં રાજકોટ,જામનગર અને ભાવનગર જીલ્લામાંથી વન વિભાગને આપવામાં આવી તેમજ રૂ.122 કરોડની રકમ પણ ભરપાઈ કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા 1058 હેક્ટર જંગલની જમીનને ડીફોરેસ્ટ કરીને અસરગ્રસ્તોને તેમના નામે કરી આપવા અંગેનું જાહેરનામું ગત જુન માસમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામાં મુજબ 479 અસગ્રસ્તોને તેમના જમીનના અધિકાર પત્રો આપવમાં આવનાર છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ 479 અસરગ્રસ્તોને જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા હોવાના નિર્ણય સામે આજ યોજનાના અનુદાન મેળવેલા અસરગ્રસ્તો વિરોધ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે સરકારના અધિકારીઓ દ્વારા વર્ષ 1986માં ગોધરા અને શહેરા ખાતે આવેલી જંગલની જમીનમાં પુનઃ વસવાટ કરવામાં આવ્યા બાદ તેમના કાચા અને પાકા મકાનોને સરકારી અધિકારીઓ અને પોલીસની મદદથી સળગાવી દેવામાં આવ્યા હતા અને તેમને જંગલની જમીનમાંથી ભગાડી મુકવામાં આવ્યા હતા, બાદમાં જમીન સંપાદન અધિકારી દ્વારા તેઓને ઘરવખરી સળગી જવાથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે તેમ જણાવી રૂ.10000 આપવામાં આવ્યા હતા જે રૂ.10000ની સહાયને હાલ અનુદાન આપવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે બતાવીને તેમને જમીનના હકથી વંચિત રાખવામાં આવ્યા છે.

સરકાર ગરીબ અસરગ્રસ્તો સામે જોવે એ જરૂરી છે
ત્રણ ડેમના 677 ખેડૂતો જમીન વીહોણા બન્યા હતા. સરકારે જમીન આપવાના ઓર્ડર કર્યા હતા. પણ કોઇ કારણથી એ ઓર્ડર કેન્સલ થયા છે. ગરીબ અને અભણ ખેડુતો જીવન વિતાવવા અનુદાનના 10 હાજર લઇ લીધા હતા. હવે અનુદાન વાળાને જમીન નહિ મળશે તેવું કહે છે. અમોને ઓછી પણ જમીજ આપો સકાર અમારા ગરબી ખેડુતો સામે જોવે અને અમને જમીન આપે તેવી માંગ અમારી છે. - હિમ્મતસિંહ ચૌહાણ, અસરગ્રસ્ત

સનદ આપવાની કાર્યવાહી પ્રગતિમાં
ડેમના 940 અસરગ્રસ્તો પૈકી જે અસરગ્રસ્તોને અનુદાન આપવામાં આવ્યું છે તેમને સરકારના નિયમ મુજબ જમીન આપવાની થતી નથી માટે સરકાર દ્વારા કરવામાં આવેલા જાહેરનામાં પ્રમાણે ૪૭૯ અસગ્રસ્તોને જંગલની જમીનની ડીફોરેસ્ટ કરી સનદ આપવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. - એન એ ખાંટ , કાર્યપાલક ઈજનેર , પાનમ સિંચાઈ વર્તુળ

ગરીબ અસરગ્રસ્તો પર આભ ફાટ્યું તેવી સ્થિતિ બની
હવે બાકી રહેલા 461 અસરગ્રસ્તોની હાલત છેલ્લા કેટલાય વર્ષોથી કફોડી બનેલી છે, સરકાર દ્વારા 479 અસરગ્રસ્તોને જમીન આપવાનું જાહેર કરવામાં આવતા આ બાકી રહેલા અસરગ્રસ્તો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે , ત્યારે તેમની અરજ સાંભળનારું હવે કોઈ રહ્યું નથી તે પછી સરકારના અધિકારીઓ હોય કે જનપ્રતિનિધિ હોય. ત્યારે હાલ આ તમામ અસરગ્રસ્તો સરકાર પાસે પોતાના જીવન નિર્વાહ માટે જમીન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

જમીન પર વર્ષના 8 મહિના સુધી પાણી ભરાયેલું રહે છે
તે વખતના પંચમહાલ અને હાલના દાહોદ જીલ્લાના પતંગડી ગામમાં વસવાટ કરી રહેલા અને આ સિંચાઈ યોજનાના અસરગ્રસ્તો હાલ રજૂઆત કરી રહ્યા છે કે છેલ્લા 40 વર્ષથી અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ પણ તેઓને તેમની જમીન સામે માત્ર રૂા. 10000 આપી દઈને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે. સમગ્ર બાબતે લેખિતમાં અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ વર્ષ 2012માં પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે જીલ્લા કલેકટર દ્વારા પણ સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી કે આ અસરગ્રસ્તો હાલ જમીન વિહોણા છે અને તેમને આપવામાં આવેલ રૂ.10000નું અનુદાન તેમની જમીનના પ્રમાણમાં ખુબ જ ઓછું છે જેથી તેમને જમીન આપી પુનઃ વસવાટ કરાવવામાં આવે. પરંતુ સરકાર દ્વારા માત્ર સિંચાઈ વિભાગના કાગળોના આધારે સુપ્રીમકોર્ટમાં પણ રજૂઆત કરતા હાલ માત્ર 479 અસરગ્રસ્તોને જમીન અધિકારપત્રો આપવામાં આવનાર છે જે અંગે બાકી રહેલા અસરગ્રસ્તો વિરોધ નોધાવી રહ્યા છે. હાલ આ તમામ 461 અસરગ્રસ્તો ડુબાણ માં ગયેલી પોતાની જમીન પર જ પરત આવીને છેલ્લા 35 વર્ષથી વસવાટ કરી રહ્યા છે , આ જમીન પર વર્ષના 8 મહિના સુધી પાણી ભરાયેલું રહે છે જેથી કરીને તેઓ કોઈ જ ખેતીકામ આ જમીન પર કરી શકતા નથી બાકીના ઉનાળાના 4 મહિના જમીન ખુલ્લી થતા તેઓ ખેતીકામ કરે છે. સમગ્ર બાબતની વચ્ચે તેઓની 2 પેઢીઓ હાલ શિક્ષણથી વંચિત રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો