તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ ટીબી ડે:GRCSUનો ટીબી મુકત ભારત, ટીબી મુકત ગુજરાત, શોષણમુકત કર્મીનો નારો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્લ્ડ ટીબી ડેના દિવસે ટીબીને નાથવા કર્મીઓનો અવાજ બુલંદ કરાયો

વડાપ્રધાન મોદી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના સ્વપ્ન ટીબી મુકત ભારત ટીબી મુકત ગુજરાતને સાકાર કરવા RNTCP-NTEP કરારબદ્ધ કર્મચારી સંઘના તમામ કર્મચારી સભ્યોએ આ કોરોનાકાળમાં ભારે જહેમત અને આયોજનપૂર્વક ટીબીને નાથવાનો કપરી કામગીરી સઘન બનાવી છે. સામાન્યત: બે પ્રકારની ટીબી છે. જે ફેફસાની અને ફેફસા સિવાયની ટીબી એમ વર્ગકૃત છે.

ભારત સહિત દુનિયાભરમાં જો ગંભીરપ્રકારનો નુકસાનકર્તા ટીબી હોય તોતે ફેફસાની ટીબીછે. જેમાં દર્દીને ખાંસી આવવી, ગળફા આવવા, ઝીણો તાવ, ભૂખ ન લાગવી, વજન ઘટવુ જેવા ચિહ્નો જોવા મળે છે.હવે નજીકના સરકારી દવાખાનાએ નિદાન તેમજ સારવાર નિશુલ્ક મળે તેવી વ્યવસ્થા પણ છે. નિદાન થઇ સારવાર ઉપર મુકાતા ટીબીના દર્દીના બેંક ખાતામાં માસિક રૂ.500 મુજબ સીધી પોક્ષણ સહાય પણ નિયમિત આપવામાં આવે છે. ં કોઇપણ પ્રકારના લાભ વગર તેમજ ઓરમાયા વર્તનને સહન કરીને પણ વર્ષેાથી ટીબી નાથવાની કામગીરી કાર્યરત કરારી કર્મીઓના અવાજને બુલંદ બનાવવા મુકત ગુજરાત, શોષણમુકત કર્મારીઓના નારા સહ આ કરારી કર્મીઓને સમજી તેઓને શોષણમુકત કરવા ગુજરાત આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘ ભાવનગરના પ્રમુખ દ્વારા જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો