તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની નિમણૂ:પંચમહાલમાં અનુદાનિત ઉ. મા. શાળાઓમાં નવા 212 શિક્ષણ સહાયકોને નિમણૂક અપાઈ

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે નવનિયુક્ત શિક્ષકોને નિમણૂકપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી, જિલ્લામાં જૂની રોસ્ટર પદ્ધતિથી નિમણૂક કરાઇ
  • અંગ્રેજીમાં 77, સમાજશાસ્ત્રમાં 30, ગુજરાતીમાં 28, કોમર્સમાં 17, ફિલોસોફીના 26 શિક્ષણ સહાયકો સેવામાં જોડાશે

સમગ્ર રાજ્યમાં 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી યોજાયો હતો. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ નવનિયુક્ત થયેલા 212 શિક્ષકોને નિમણુંક આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા સેવા સદન અને બીઆરજીએફ ભવન ખાતે યોજાયો હતો. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અમિત અરોરાએ 20 શિક્ષકોને નિમણુંક પત્ર આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પંચમહાલ જિલ્લામાંથી દાહોદ અને મહિસાગર જિલ્લો છુટો પાડીને નવા બે જિલ્લા અાકાર પામ્યા હતા.

હાલ પંચમહાલમાં રોસ્ટર રજીસ્ટર પધ્ધતિ જિલ્લામાં ચાલી રહી છે. હાલ જિલ્લામાં બક્ષીપંચની વસ્તી વધારે છે. ત્યારે ભરતી પ્રક્રીયામાં જુના રોસ્ટર પધ્ધતિથી થતાં કેટલાક વર્ગને અન્યાય થતી હોવાની ફરીયાદો ઉઠવા પામે છે. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ દ્વારા નિયુક્તિ મેળવનાર શિક્ષકોને આવકાર આપતા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે 212 શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તેમાં ઇંગ્લિશના 77, ગુજરાતીના 28, સોશિયોલોજીના 30, સંસ્કૃતના 14, સાયકોલોજીના 12, હિંદીના 10, ઈતિહાસના 9, કોમર્સના 17, કોમ્પ્યુટરના 1, તત્વજ્ઞાનનાં 2, ઇકોનોમિક્સના 8, બાયોલોજીના 1, કેમિસ્ટ્રીના 1, મેથ્સના 1, ફિઝિક્સના 1 શિક્ષણ સહાયકોને નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે 20 શિક્ષકોને નિમણુંકપત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને બીઆરજીએફ ભવન ખાતે મહાનુભાવોના હસ્તે નિમણુંકપત્ર આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલ, રાજ્ય કક્ષા ભરતી પસંદગી સમિતિના સભ્ય એ.કે. પટેલ, જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ પી.ડી.સોલંકી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુની રોસ્ટર પદ્ધતિ મુજબ ભરતી કરાઇ
જિલ્લામાં 259 શિક્ષક સહાયકોની ભરતીમાં ફક્ત 212 શિક્ષક સહાયકોની નિમણુક કરાઇ હતી. જયારે બીજા 47 સહાયક શિક્ષકોની ભરતી પ્રક્રીયામાં અરજી અાવી ન હતી. બાયોલોજીમાં 3, ભુગોળમાં 11, ફિલોસોફિમાં 26,પી.ઇ.માં 2 તથા સ્ટેટસ્ટીક વિષયમાં 2 જગ્યાઅો માટે અરજીઅો અાવી ન હતી. જિલ્લામાં જુની રોસ્ટર રજીસ્ટર પધ્ધતી મુજબ 212 શિક્ષક સહાયકની નિમણુકમાં 95 બિન અનામત, 5 નબળા વર્ગ, 42 બક્ષીપંચ તથા 115 અેસ.ટી વર્ગના ઉમેદવારની નિમણુક કરાઇ હતી.

મહીસાગર જિલ્લાની શાળાના 20 શિક્ષકોને નિમણૂકપત્રો એનાયત, 105 ઉમેદવારોને લુણાવાડાની પંચશીલ હાઇસ્કૂલમાં નિમણૂક પત્રો અપાયા
લુણાવાડા. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 20 શિક્ષણ સહાયકોને કલેક્ટર આર.બી બારડ, સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે કલેક્ટરે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. અન્ય 105 ઉમેદવારોને પંચશીલ હાઇસ્કુલ લુણાવાડા ખાતે ભલામણ પત્ર અને નિમણૂંક પત્રો પ્રદાન કરવાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષાધિકારી પી.એન.મોદી, ગુજરાત આર્ચાય સંઘના પ્રમુખ જે.પી.પટેલ, સંચાલક મંડળના પ્રમુખ આર.ડી.પટેલ, સંચાલક મંડળના મંત્રી દિલીપભાઇ શુકલ, આર્ચાય સંઘના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, મહામંત્રી દિગ્વિજયસિંહ સોલંકી સહિત મહાનુભાવોના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્રો પ્રદાન કર્યા હતા.

દાહોદ જિલ્લાની શાળાઓમાં નવા 148 શિક્ષકોની નિમણૂક, નવનિયુક્ત શિક્ષકોને કલેક્ટરે નિમણૂક પત્ર પાઠવ્યા
દાહોદ. દાહોદ જિલ્લામાં નવનિયુક્ત થયેલા 148 શિક્ષકોને નિમણૂક આપવાનો કાર્યક્રમ સેવા સદન ખાતે યોજાયો હતો. જે પૈકી કલેક્ટરે 15 શિક્ષકોને નિમણૂક પત્ર આપી શુભેચ્છાઓ આપી હતી. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, નવનિયુક્ત શિક્ષકોએ જિલ્લામાં શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા પોતાની તમામ શક્તિઓ લગાવી દેવાની છે. આ માટે તંત્ર હંમેશા તેમની પડખે રહેશે. અનુદાનિત ઉ. મા. શાળાઓમાં જે 148 શિક્ષકોની નિમણૂક કરી છે.

​​​​​​​તેમાં જિવવિજ્ઞાનના 4, રસાયણશાસ્ત્રનાં 1, કોર્મસના 2, કોમ્પ્યુટરનાં 2, અર્થશાસ્ત્રના 9, અંગ્રેજીના 43, ભૂગોળનાં 1, ગુજરાતીના 16, હિન્દીનાં 10, ઇતિહાસનાં 8, તત્વજ્ઞાનનાં 4, ભૌતિક વિજ્ઞાનનાં 2, મનોવિજ્ઞાનનાં 7, સંસ્કૃતનાં 15, સમાજશાસ્ત્રનાં 24 શિક્ષકોની નિમણૂક કરી છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડાયેટના પ્રાચાર્ય રાજશાખા, જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે, જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સુનિતાબેન, અનુદાનિત શાળાના સંચાલકો મુકેશભાઇ પરમાર, ગોપાલભાઇ ધાનકા, અંજલિબેન પરીખ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...