કાર્યવાહી:શહેરાના કરોડોના અનાજ કૌભાંડના સૂત્રધારના 5 દિવસના રિમાન્ડ મંજૂર

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસમાં 13127 કટ્ટા ઘઉં અને 1298 કટ્ટા ચોખાની ઘટ હતી

શહેરામાં આવેલ અનાજના ગોડાઉનમાં મામતદારની તપાસમાં 13127 ઘઉં અને 1298 ચોખાના કટ્ટાની ઘટ આવી હતી. આ અનાજ કૌભાંડ વસૂલવા પાત્ર કિંમત રૂા. 3.5 કરોડ હતું. જે સંદર્ભમાં મામલતદાર મેહુલ ભરવાડે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત સહિત બે શકદાર સામે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા શહેરાના અનાજ ગોડાઉનનો મુખ્ય આરોપી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત નાસતો ફરતો હતો.

પંચમહાલ પોલીસને બાતમી મળી કે 3 કરોડના અનાજ કૌભાંડ આચનાર ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત મેધરજ વિસ્તારના તેના ઘરે છે. તેનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતાં પોલીસે રિમાન્ડ માટે ગોધરા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પોલીસના પુરાવા અને સરકારી વકીલ રાકેશ ઠાકોરની દલીલો ગ્રાહ રાખીને ગોડાઉન મેનેજર ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોતના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આગલા મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે થતાં ગોડાઉન મેનેજરના રિમાન્ડમાં અનાજની ખરીદી કરનાર અને અનાજ કોને આપ્યું તેની માહિતી મળવાની શક્તાઓ સેવાઇ રહી છે. રિમાન્ડ દરમિયાન અન્ય અનાજ માફિયાઓના નામ ખુલવાની શક્યતાઓ પણ જોવાઇ રહી છે. આમ કરોડોના અનાજ કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...