તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:સરકારી ચોપડે મ્યુકોરમાઇકોસીસના 2, બિનસરકારી 5 દર્દીઓ નોંધાયા!

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરમાઇકોસીસથી ગોધરાની મહિલાનું વડોદરામાં સારવાર દરમિયાન મોત

કોરોના બીમારી સાથે મ્યુકોરમાઇકોસીસ રોગના ચિન્હો ધરાવતા દર્દીઓ મળી આવ્યા છે. મ્યુકોરમાઇકોસીસ રોગના પંચમહાલ જિલ્લામાં હાલ તો સરકારી ચોપડે બે દર્દીઓ નોધાયા છે. મોટા ભાગે આ રોગ ડાયાબિટીસ, કીડની કે કેન્સરની બીમારી ધરાવતા દર્દીઓમાં વઘુ જોવા મળી રહ્યો છે. કોરોનાને માત આપ્યા બાદ શરીરમાં ડાયાબીટીસનું પ્રમાણ અપ્રમાણસર વધી જતા મ્યુકોરમાઇકોસીસ રોગ શરીરમા અડીંગો જમાવી દર્દીઓને ફંગલનું ઇન્ફેક્શન થતુ જોવા મળે છે.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં બે મ્યુકોરમાઇકોસીસના રોગના દર્દીઓ મળી આવ્યા હતા. ગોધરામાં મહિસાગરના બાકોરના એક દર્દીની સારવાર ચાલી રહી છે. જયારે અન્ય એક કોરોનાગ્રસ્ત મહિલાનું ડાયાબીટીસ હાઇ થતા તેને આ રોગના લક્ષણ દેખાતા તેને વડોદરાના ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જયારે આ રોગના દર્દીઓ ગોધરા, શહેરા સહિત જિલ્લામાંથી મળીને 5 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે અમદાવાદ અને વડોદરા હોસ્પીટલમાં ખસેડાયા છે.

મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણ દર્દીઓમાં જોવા મળે તો ઇ.એન.ટી સર્જનને તાત્કાલીક બતાવવુ જોઇએ. અને ઝડપથી આ રોગની સારવાર કરવાની મટી શકે તેમ છે. તેમજ મ્યુકોરમાઇકોસીસ રોગની સારવાર સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી આપે છે.

અન્ય સમાચારો પણ છે...