તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:ગોધરાની ધી સહયોગ ક્રો.ઓ.ક્રેડિટ સોસાયટી લિ. બેંકમાં નાણાં ન હોવાથી ખાતેદારો ઉમટ્યાં

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બેંક પાસે નાણા ન હોવાથી ખાતેદારોએ નાણા મેળવવા હોબાળો મચાવ્યો. - Divya Bhaskar
બેંક પાસે નાણા ન હોવાથી ખાતેદારોએ નાણા મેળવવા હોબાળો મચાવ્યો.
 • કોર્ટ બંધ રહેતાં ડિફોલ્ટરના નાણાં ન આવતાં બેંક સલવાઇ, બેંક આર્થિક સંકડામણમાં આવી

ગોધરાના નવાબજારમાં વર્ષોથી ધી સહયોગ ક્રો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. આવેલી છે. બેંકમાં રોજીંદી બચતની ઉઘરાણી કરવા બે એજન્ટો કમિશન પર રાખેલા છે. તેઓ રોજ ખાતેદારો પાસેથી આશરે એક લાખ જેટલી રકમ ઉઘરાવીને રોજીંદા બચત ખાતામાં જમા કરાવે છે.

કોરોના મહામારીને લઇને લોકડાઉનને લીધે રોજીંદી બચતની આવક બંધ થઇ તેમજ સિવિલ કોર્ટ પણ બંધ રહેતાં બેંકના ડીફોલ્ટરના નાણાં પણ ફસાઇ રહેતાં બેકની સ્થિતિ કફોડી બની હતી. શનિવારે બેંકમાં કર્મચારીઓ પાસે રોજીંદી બચતના ખાતેદારોએ જમા નાણાં ઉપાડવા આવતા નાણાં ના હોવાથી બેંક કર્મચારીઓ નાણા નહિ હોવાનું જણાવીને બેંક બંધ કરીને જતાં રહેતાં ખાતેદારોએ બેંક કાચી પડી હોવાની વાત ફેલાવતાં સોમવારે બેંક પર ખાતેદારોના ટોળાં ઉમટી પડયા હતા.

ખાતેદારો અને રોજીંદી બચતના ખાતેદારો એક સાથે જમા મુડીની માંગણી કરતાં બેંક પાસે નાણા ન હોવાથી ખાતેદારોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઇને બેંક સત્તાધીશોને પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે મામલો થાળે પાડયો હતો. ધી સહયોગ કો. ઓ. સો. લી.ના બેંકના ચેરમેને લોકડાઉનને લીધે બેંક આર્થિક સંકડામણમાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે રોજના રોજ નાણાં જમા કરાવતાં ખાતેદારોની મુડી જતાં રહેવાના ડરે બેંક પાસે નાણા પાછા મળશે તેની ગેરંટીની માંગણી કરી હતી. બેંક મેનેજરે લેટર પેડ પર ખાતેદારોના જમા નાણાં લખીને નાણાં ટુકં સમયમાં મળી જશે તેવી હૈયા ધારણા આપી ખાતેદારોને રવાના કર્યા હતા.

બેંક રાબેતા મુજબ ચાલુ થઇ જશે
લોકડાઉન અને કોર્ટ બંધ રહેતાં ડીફોલ્ટરના નાણાં આવતા બંધ થઇ જતાં આર્થીક સંકડામણમાં આવી છે. પણ બેંક બંધ થઇ નહિ. બે ત્રણ ઇન્વેસ્ટરો જોડે વાત ચાલુ છે. ટુંક સમયમાં બેંક ખાતેદારોના નાણાં મળી જશે અને બેંક રાબેતા મુજબ ચાલુ થઇ જશે. - પરાગ શાહ, બેંક ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો