તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાસૂસીકાંડ:ગોધરાનો રીક્ષાવાળો પાકિસ્તાનથી કપડાનો ધંધો કરતા કરતા ISIનો જાસૂસ બન્યો, 5થી 6 વખત પાકિસ્તાન જઇ આવ્યો

ગોધરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ISIના જાસૂસ ઇમરાન ગિતેલીની ફાઇલ તસવીર - Divya Bhaskar
ISIના જાસૂસ ઇમરાન ગિતેલીની ફાઇલ તસવીર
  • ઇમરાન પત્ની, 4 બાળકો અને માતા-પિતા સાથે પોલન બજાર વાલી ફળીયામાં રહે છે
  • જાસૂસ ઇમરાનની કરતૂતોથી પરિવાર અજાણ હોવાનું બહાર આવ્યું છે

વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ગોધરાના 37 વર્ષના રીક્ષાચાલક અને ISIના જાસૂસ ઇમરાન ગિતેલીની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ ધરપકડ કરી છે. ઇમરાન ગિતેલી પાકિસ્તાનથી રેડિમેડ કપડા લાવીને ગોધરામાં વેપાર કરતો હતો. જેના માટે તે 5થી 6 વખત પાકિસ્તાન જઇ આવ્યો હતો. આ દરમિયાન જ તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો જાસૂસ બની ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મોટા ભાગના સંબંધીઓ પાકિસ્તાનમાં હોવાથી ઇમરાનના વારંવાર પાકિસ્તાન જતો હતો
પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલી ગોધરા પોલન બજાર વાલી ફળીયામાં પત્ની, 4 બાળકો અને માતા-પિતા સહિત પરિવાર સાથે રહે છે. તેના પરિવારજનો ઇમરાનની ગતિવિધિઓથી અજાણ હોવાનું સામે આવ્યું છે. ઇમરાનના મોટા ભાગના સગા-સંબંધીઓ પાકિસ્તાનમાં જ રહે છે, જેથી તે વારંવાર પાકિસ્તાન જતો હતો અને પાકિસ્તાનથી રેડીમેડ કપડા લાવીને ગોધરામાં વેચાણ કરતો હતો. ઇમરાન ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રીક્ષા પણ ચલાવતો હતો અને તે વરલી મટકા અને આંકડાનો જુગારનો રમાડતો હતો.

ઇમરાનની કરતૂતોથી પરિવાર અજાણ છે
ગોધરાનો રીક્ષા ચાલક ઇમરાન ગિતેલી ISIનો જાસૂસ બની ગયો હોવાની વાતથી તેનો પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના જાસૂસ હોવાના સમાચાર મળતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો છે.

વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ઇમરાનની ભૂમિકા મહત્વની છે
વિશાખાપટ્ટનમાં બહાર આવેલા જાસૂસી કાંડમાં 14 આરોપીઓ સામે ચાર્જશિટ દાખલ કરવામાં આવી છે, જેમાં ગોધરાના ઇમરાન ગિલેતી મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. દેશની સુરક્ષાને લગતી મહત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના ISIને આપવામાં આવી હતી. જેને બદલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. તેણે સંવેદનશિલ અને વર્ગીકૃત માહિતીના બદલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યાં હોવાનું ખુલ્યું છે.

NIAની ટીમે ઘરમાંથી જ સોમવારે રાત્રે જાસૂસ ઇમરાનને દબોચ્યો
ઇમરાન ગિતેલીના મોબાઇલમાંથી NIAને વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા. આ ઉપરાંત તેના ઘરમાંથી પણ ડિજીટલ ડિવાઇઝ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. જેને પગલે NIAની ટીમે તેના ઘરમાંથી જ સોમવારે રાત્રે દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...