ભાસ્કર વિશેષ:ગોધરાના રામસાગર તળાવના બ્યુટિફિકેશનની વાતો માત્ર કાગળ પર સીમિત, ગંદકીનું સામ્રાજ્ય

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ કચરો નંખાતાં ઉકરડામાં ફરેવાતું તળાવ : સફાઇ કરાય તે જરૂરી

ગોધરા શહેરની મધ્યે આવેલા ત્રણ તળાવો શહેરની રોનકમાં વધારો કરે છે. અને આ ત્રણેય તળાવ રામ સાગર, સીતા સાગર અને લક્ષ્મણ સાગરના નામ પણ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે. પરંતુ ત્રણેય તળાવની હાલત દિન પ્રતિદિન દુર્દશામાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. આ તળાવોમાં આડેધડ દૂષિત પાણીનો નિકાલ તો કેટલાક સ્થળે ગેરકાયદે રીતે કરવામાં આવી રહ્યો છે. અને સાથે કચરો પણ ઠલવાઇ રહ્યો છે.

ગોધરાના સ્થાપના કાળના સમય જેટલું જૂનું અને ઐતિહાસિક શહેરની મધ્યમાં આવેલું રામ સાગર તળાવ 1.73 કિલોમીટરમાં ફેલાયેલું અને 13 ફૂટ ઊંડું છે. જે શહેરની શોભા વધારી રહ્યુ છે. વધુમાં તળાવની મધ્યમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિ જે શહેરની શોભા વધારતી હતી. પરંતુ તે પણ છેલ્લા કેટલાય વર્ષથી પડી ગઇ ગઇ છે. પાલિકા તંત્રની નિષ્કાળજી તથા જાળવણીના અભાવે તથા તળાવ ફરતે આવેલી દુકાનોમાંથી ખાણી પીણીની દુકાનોમાંથી આડેધડ દૂષિત પાણીનો નિકાલ તળાવમાં કરવામાં આવી રહ્યો છે.

પરંતુ પાલિકા દ્વારા આવા દુકાનદારો પ્રત્યે પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તથા તળાવના કિનારા પર લોકો દ્વારા આડેધડ કચરો નાંખવામાં આવતા તળાવના કિનારા ગંદકીથી ખદબદી ઉકરડામાં ફેરવાઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ સ્વચ્છતા મિશન અંતર્ગત શહેરમાં હોર્ડિગ મારી નદી, તળાવ, દરિયાને પ્રદૂષિત નહી કરવાના સંદેશા લખવામાં આવે છે. જ્યારે બીજી બાજુ શહેરનું જ તળાવ ઉકરડામાં ફેરવાઇ રહ્યુ છે. તેની સાફ સફાઇ કરવાની જગ્યાએ તળાવના બ્યુટીફીકેશનની જાણકારી માત્ર કાળ પર બતાવી પાલિકા શહેરીજનોને શહેરની સુંદરતાની લોલીપોપ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...