ધમકી:ગોધરાના ગૌરક્ષકને જાનથી મારી નાખવાની ધમકી મળી

ગોધરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટિંગ કરતો અવાજ સંભળાવીને ધમકીઓ આપી

ગોધરાના ગાૈરક્ષકને મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી અાપીને પશુઅોના કટીંગ કરતો ખટખટ અવાઝ સંભળાવીને ધમકી અાપતા માથાભારે ઇસમ વિરુદ્ધ પ્રગ્નેશ સોનીઅે બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.અબોલા પશુઅોને કસાઇઅોની ચુંગાલમાં છોડીને તેમનો જીવ બચાવનાર ગાૈરક્ષક પ્રગ્નેશ સોનીને માથાભારે ઇસમ ઐયુબ હાજી બદામે મોબાઇલ ફોન પર ધમકી અાપી કે “હે લો કઈ છું તું પ્રગ્નેશ સોની બોલે ? હું ઐયુબ હાજી બદામ બોલુ મારે પ્રગ્નેશનું કામ છે.

પ્રગ્નેશને ફોન આલો આ ગાયનું શાક બધે બહુ કાપે સે કયારે હાવા આવવાનું છે. આખા ગોધરામાં આય વહેલો” તેમ કહી ગાયો કપાતી હોય તેવો અવાજ સંભળાવી અપશબ્દો બોલી મુકી દે તેમ કહી ફોન કટ કરી દીધો હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવેલું છે. અપશબ્દો બોલી જાનથી મારી નાખવાના ઈરાદે ફોન પર ધમકી આપી તેમજ સોનીવાડ ખાતે વારંવાર તેના માણસો મોકલી ધમકીઓ આપતા પ્રગ્નેશ સોનીએ ઐયુબ હાજી બદામ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...