કામગીરીની માંગ:ગોધરાનો 30 વર્ષ જૂનો સાતપુલ બ્રિજ વાહન જતાં ધ્રૂજી જાય છે

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાતપુલનો બ્રિજ વરસાદમાં ધોવાતાં સળિયા અને ખાડાઓ દેખાય છે. - Divya Bhaskar
સાતપુલનો બ્રિજ વરસાદમાં ધોવાતાં સળિયા અને ખાડાઓ દેખાય છે.
  • વાહનની અવરજવરથી બ્રિજની ધ્રુજારી વધતાં ભય
  • નગર પાલિકા હસ્તક બ્રિજ પર કામગીરી કરવાની માંગ

ગોધરાના પશ્ચિમ વિસ્તારમાંથી વેજલપુર રોડ તરફ જવા માટે સાતપુલ વિસ્તારમાં અાશરે 30 વર્ષ અગાઉ બ્રીજ બનાવવામાં અાવ્યો હતો. ચોમાસામાં ભારે વરસાદના કારણે બ્રીજ પર રોડ તુટી જતાં નીચેના સળીયા બહાર દેખાઇ રહ્યા છે. બ્રીજ પર ઠેર ઠેર ખાડાઅો પણ પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

હાલ બ્રીજ પર વાહનો પસાર થતાં ધ્રુજારીમાં વધારો થયાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. બ્રીજ પર ધ્રુજારી વધતાં બ્રીજની મજબુતાઇ પર સવાલ ઉઠી રહ્યા છે. અા સાતપુલનો બ્રીજ સહીતના રોડ અાર અેન્ડ બી વિભાગે 2008માં ગોધરા નગર પાલીકાને સોંપી દેવાયો હતો. હવે પાલીકા હસ્તક બ્રીજનું સમારકામ કરાવી બ્રીજની મજબુતાઇની ચકાસણીની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...