તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિલાઓ માટે સતત કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન વધુ એક મહિલાની વ્હારે આવી હોવાનો કિસ્સો ગોધરા ખાતે નોંધાયો હતો. પિયરમાં રહેતી એક પરિણીતાએ 181માં કોલ કરી જણાવ્યું હતું કે તેમના ભાઈ અને પિતા તેઓની મારઝૂડ કરે છે.
અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચી પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સંજનાને (નામ બદલેલ છે) અન્ય યુવક સાથે મોબાઈલમાં વાતચીત કરતા જોઈ જતા ભાઈ અને પિતાએ મારઝૂડ કરી હતી. અભયમે આ અયોગ્ય હોવાનું સમજાવતા તેઓએ હવે પછી કોઈ મારઝૂડ નહીં કરે તેની ખાતરી આપી હતી. બહેનને શાંતિથી બેસાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ તેમના 6 વર્ષના દીકરા સાથે 3 વર્ષથી પિયરમાં જ છે. અભયમ કાઉન્સેલરે સંજનાના પતિ, સસરા સાથે વાતચીત કરી સમજાવતાં તેઓ સમાધાન કરવા સંમત થયા હતા.
અભયમની ટીમ સંજનાને લઈ તેમની સાસરીમાં ગયા હતા, જ્યાં સાસરિયાં અને આગેવાનોની હાજરીમાં પતિ-પત્નીમાં સમાધાન કરાવ્યું હતું. બંનેએ હવે એકબીજાને અનુકૂળ થઇને રહેશે તેવી ખાતરી આપતાં મનદુખનો અંત આવ્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.