તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદમાં તરબોળ:ગોધરામાં રવિવારે રાત્રે એક ઇંચ વરસાદમાં પાણી ભરાયાં

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં રવિવારે રાત્રીના નવની આસપાસ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં માર્ગો પર પાણી ભરાયાં હતા. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. - Divya Bhaskar
ગોધરામાં રવિવારે રાત્રીના નવની આસપાસ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં માર્ગો પર પાણી ભરાયાં હતા. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
  • ગોધરા, મોરવા(હ), કાલોલ તથા હાલોલ નગરો વરસાદમાં તરબોળ થયા
  • જિલ્લામાં અત્યાર સુધી કુલ 761 મિમી જેટલો વરસાદ નોધાયો છે

પંચમહાલમાં રવિવાર ભારે ઉકળાટ ભર્યો રહ્યો હતો. પરંતુ સાંજ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં પવન સાથે આકાશમાં વાદળોની ફોજ આવી ચઢી હતી અને ધીમે ધીમે વરસાદી માહોલ સર્જાયો હતો. અને રાત્રીના નવની આસપાસ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી ભારે ઉકળાટ ભર્યા વાતાવરણમાં લોકોને ઠંડકથી રાહત મળી હતી. પંચમહાલના ગોધરા, મોરવા(હ), કાલોલ તથા હાલોલ પંથકમાં વરસાદ વરસતા તાલુકાઓ તરબોળ કરી દેતા ઠંડક પ્રસરી હતી.

રાતે પડેલા વરસાદથી દર વખતની જેમ લાઇટો ડુલ થઇ ગઇ હતી. ગોધરા શહેરમાં એક કલાકમાં અેક ઇંચ વરસાદ પડતાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે સાૈથી વધુ હાલોલ તાલુકામાં 28 મિમી તથા સાૈથી ઓછો વરસાદ શહેરા તાલુકામાં 5 મિમી નોધાયો હતો. જિલ્લામાં જાંબઘોડા તાલુકો કોરો રહ્યો હતો. અત્યાર સુધી જિલ્લામાં 761 મિમી વરસાદ નોંધાયો જેમાં સાૈથી વધુ હાલોલ તા.માં 202 મિમી નોધાયો હતો.

દાહોદમાં રવિવાર બાદ સોમવારે પણ સાંજે ભારે વરસાદ
દાહોદમાં મોડેમોડેથી રવિવારે સાંજે ચોમાસાનું આગમન થયું હતું. રવિવારે સાંજે ઘેરાયેલ કાળાડિબાંગ વાદળાંરૂપે ચોમાસાનું વાતાવરણ બન્યું હતું અને સાંજના 7ના સુમારે વરસાદનો આરંભ થયો હતો. જોકે મોટા પ્રમાણમાં આરંભાયેલો વરસાદ થોડી વારમાં જ બંધ થયા બાદ મધરાતે 2 વાગ્યે ફરી આરંભાયો હતો. અગાઉ ગત સપ્તાહે ત્રણ દિવસમાં ઝરમર સ્વરૂપે કુલ મળીને 23 મિમી વરસાદ વરસ્યા બાદ રવિવારે સાંજે વધુ 10 મિમી અને મધરાતે 8 મિમી વરસાદ સાથે દાહોદ તાલુકાનો કુલ વરસાદ 41 મિમી થઇ જવા પામતા હવે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીનો આરંભ કર્યો છે. આ સાથે રવિવારે સવારથી સોમવારે સવાર સુધીના સમયમાં દાહોદ જિલ્લાના ફતેપુરા અને સીંગવડ સિવાયના તમામ તાલુકાઓમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાયો હતો. જે અંતર્ગત દાહોદ તાલુકામાં 18, ગરબાડામાં 3, ધાનપુરમાં 5, દેવગઢ બારિયામાં 16, લીમખેડામાં 7, ઝાલોદમાં 1 અને સંજેલીમાં 20 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રવિવાર બાદ સોમવારે મોડી સાંજે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...