તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન જાગૃતિ:ગોધરા ટ્રાફિક પોલીસ અને S.T. વિભાગે વેક્સિનેશન જાગૃતિના સ્ટીકરો લગાવ્યાં

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટીકરો કોરોનાને નાબૂદ કરવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. - Divya Bhaskar
સ્ટીકરો કોરોનાને નાબૂદ કરવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.
  • બસ મથકે 30થી વધુ એસ.ટી.બસો પર કોરોના જાગૃતિના સ્ટીકરો લગાવાયા

ગોધરાના એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે લોકોમાં કોરોના વેક્સિનેસન અંગે જાગૃતતા આવે અને લોકો કોરોના વેક્સિનેસન ઝડપથી કરાવે તે માટે નાયબ જિલ્લા પોલીસ વડા સી.સી.ખટાણા, ગોધરા સીટી ટ્રાફિક પોલીસના મહિલા અધિકારી જે.એન.જાડેજા, ગોધરા એસ.ટી.વિભાગના નિયામક ડીંડોર તેમજ અન્ય આગેવાનોએ લગભગ 30થી વધુ એસ.ટી.બસો પર કોરોના વેક્સિનેસન જાગૃતતા અંગેના સ્ટીકર લગાવ્યા હતા.

જેમાં બસના કંડકટર, ડ્રાઈવર, મુસાફરો સહિતના લોકોને કોરોના વેક્સિનેસન કેટલું જરૂરી છે. તે અંગેની સમજ આપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેસન અંગે 18થી 60 વય જૂથનાઓ માટે ફરજીયાત વેક્સિનેસન ઝડપથી થાય અને કોરોનાને નાબૂદ કરવા માટે જે પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમાં ગોધરા સીટી ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લાના અધિકારીઓ દ્વારા કોરોના વેક્સિનેસન જાગૃતતા અંગેની કામગીરી સરાહનીય કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...