રીમાન્ડ મંજુર:ગોધરા સબજેલના લાંચિયા સિપાઇના 2 દિવસના રિમાન્ડ

ગોધરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા.400ની લાંચ લેતાં સિપાઇ પકડાયો હતો

જાંબુઘોડાના છેડતીના અારોપીને હાલોલ સેશન કોર્ટમાં જામીન મળતાં અારોપીના સંગાસંબધીઅો સબજેલમાં જામીનના અોર્ડર લઇને જતાં ગોધરા સબજેલના સિપાઇ હીતેશ રબારીઅે અારોપીને છોડવા અારોપીના સગાઅો પાસે રૂા.500ની લાંચ માંગી હતી.

જામીન મુક્ત થવા માટે અારોપીના સંગાઅે સબજેલના સિપાઇ હિતેશ રબારીને લાંચના રૂા.400 અાપતા હાજર ગોધરા અેસીબી પોલીસે રંગે હાથે પકડી પાડયો હતો. અેસબીસી પોલીસ મથકે લાંચીયા સિપાઇ સામે ફરીયાદ નોધાઇ હતી.

એ.સી.બીમાં ઝડપાયેલા જેલ સિપાઇ હીતેશ રબારીના રીમાન્ડ મંજુર કરવા પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ કોર્ટ એ.સી.બીમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલ રાકેશ અેસ. ઠાકોરની દલીલને ધ્યાને રાખી જજ બી.કે.બારોટે લાંચિયા સીપાઇના બે દિવસના રીમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...