તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોધરા LCBએ ચોરીના મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલમાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હતી અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમાનાઓને બામતીદારથી માહીતી મળી હતી કે તા.2 જુલાઇના રોજ ડાંગરીયા ચોકડી પટેલ ફળીયા ખાતે રહેતા મનુભાઇ રજેસિંહ પટેલના બંધ મકાનમાં વેલ્ડીંગ વર્કસ ખાતેથી વેલ્ડીંગના સામાની ચોરી થયેલ છે. આ ચોરી કરવામાં સલમાન યામીન હસન રહે.ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા હલીમા મજીદની પાછળ ગોધરા તા.ગોધરા નાઓ તથા બીજા તેના સાગરીતો સંડોવાયેલ છે.

અને આ ચોરીનો કેટલાક મુદ્દામાલ તેના ઘરે સંતાડી રાખેલ છે. બાતમી આધારે એલસીબી પોસઈ આઇ.એ.સિસોદીયા તથા એલસીબી સ્ટાફના માણસોએ ગોધરા ગોદ્રા ઇદગાહ મહોલ્લા હલીમા મજીદની પાછળ બાતમીવાળા ઇસમના ઘરે જઈ તપાસ કરતા એક ઇસમ મળી આવતા તેને પકડી પાડી તેનુ નામ પુછતા સલમાન યામીન હસન રહે. ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા હોવાનું જણાવેલ જેથી તેને સાથે રાખી તેના ઘરમાં જડતી તપાસ કરતા ચોરીનો કુલ રૂા. 35500નો મુદ્દામાલા સામાન મળી અાવ્યો હતો. તથા ચોરી કરવામાં બીજા તેના સાગરીતો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યુ હતુ. અામ એલસીબી પોલીસે મોરવા(હ) પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...