આદેશ:ગોધરા જીપીસીબીના લાંચિયા અધિકારીના જામીન નામંજૂર, જી.એમ.સાધુની સપ્ટેમ્બરમાં ધરપકડ કરાઇ હતી

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પે.સેશન કોર્ટે બીજી વખત જામીન નામંજૂર કર્યા

ગોધરાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના મુખ્ય અધિકારી જી.એમ.સાધુની લાંચ કેસમાં પકડાયા હતા. બાદ લાંચ રુશ્વત ખાતાએ તેમની મિલ્કતની તપાસ કરતા આવક કરતાં વધુ મિલ્કત મળી આવતાં ગોધરા એસીબી પોલીસ મથકે લાંચિયા અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો કેસ દાખલ કર્યો હતો. જેમાં સાધુની એસીબી પોલીસે 18 સપ્ટેબરે જેલના હવાલે કર્યા હતા. તત્કાલીન અધિકારી સાધુએ એસીબીની સ્પેશિયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટ તેમના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા હતા. આમ ગોધરા સ્પે.સેશન કોર્ટે સાધુની રેગ્યુલર જામીન અરજી બીજી વખત નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...