તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનાનો ભેદ ઉકેલ્યો:ગોધરા સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનારા 4ને નોઈડાથી ઝડપી લીધા

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામના રાજુભાઇ મથુરભાઈ ભાભોરને નોઈડા ઉત્તરપ્રદેશના આરોપીઓએ રાજુભાઇ ભાભોરને જીઓ ફોર જી ના ટાવર નાખી આપવા અને તેનું ભાડું આપવાની લાલચ આપી રિલાયન્સ જીઓ ફોર જી મોબાઈલ ઇન્ફો લિમિટેડ ના નામથી છેલ્લા અઢી વર્ષથી વિવિધ મોબાઇલ નંબરો થી વાતચીત કરી રાજુભાઇ ના બેન્ક એકાઉન્ટ નંબરો વોટ્સએપ થી મોકલી આપતા હતા.

આરોપીઓના કહ્યા પ્રમાણે રાજુભાઇ પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબરોમાં કુલ રૂ.૧૯,૬૦,૬૦૦ ઓનલાઈન તેમજ બેન્ક સ્લીપ થી ટ્રાન્સફર કરાવડાવી આર્થિક નુકસાન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી નો ગુન્હો આચર્યો હતો. જેની પોલીસ ફરિયાદ તા.૧૮.૮.૨૦૨૧ ના રોજ ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. જેની તપાસ ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પરમાર તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવતા આ ઓનલાઈન ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ગુન્હાના આરોપીઓ દિલ્હી તેમજ નોઈડા (ઉત્તરપ્રદેશ) ખાતે હોવાનું જણાઈ આવ્યું હતું.

જેથી સાયબર ક્રાઈમ પોલીસે અલગ અલગ ટિમો બનાવી દિલ્હી તેંમજ નોઈડા ખાતે તપાસ કરતા નિરજકુમાર અતરસિંહ, સન્ની ઉર્ફે રાઘવ કુમરપાલસિંહ તોમર,અનીશ ભુરે સેફી,કિશનકુમાર ઉર્ફે લક્કી ગોવિંદભાઇ દાસને ઝડપી પાડયા હતા.પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછતાછ અર્થે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા.

ત્યારે ઝડપાયેલા આરોપીઓ એ આ સિવાય અન્ય કોઈ ગુન્હા કર્યા છે કે કેમ?તેમજ ગુન્હો કરવામાં અન્ય કોણ સામેલ છે ટેન્ક તપાસ હાથ ધરી છે.પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી હાલ તો ૮ જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.ત્યારે અન્ય આરોપીઓ રાજ થાનસિંગ અને મનોજ શર્માને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...