તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરાના નવા બજાર ખાતે અાવેલ સહયોગ કો.અો. ક્રેડીટ સોસાયટી લોકડાઉનને લીધે નાણાંકીય ખેંચ અનુભવી રહી છે. લોકડાઉનમાં રોજીદા ખાતેદારો પોતાના નાણાં ઉપાડવા અાવતાં સંસ્થાઅે પોતાની ફીક્સ ડીપોઝીટ તોડીને ખાતેદારોને અાપ્યા હતા. પરંતુ ખાતેદારોના ભારે ધસારા અને લોકડાઉનને લીધે ધિરાણ સમયસર ન અાવતાં સંસ્થા પાસે નાણાની અછત ઉભી થઇ હતી. જેને લઇને રોજીંદી બચત જમા કરનાર ખાતેદારો પોતાની જમા મુડી લેવા સંસ્થામાં અાવતાં સંસ્થા પાસે મૂડી ન હોવાથી ખાતેદારો નાણાં ન મળતાં ગુસ્સે ભરાયા હતા.
જેને લઇને કેટલાક રોજીદી બચતધારકો સંસ્થામાં અાવીને સતાધીશો સાથે બિભત્સ વર્તન કરીને ગડદાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકીઅો અાપીને સંસ્થાની શાખને નુકસાન પોહચાડી રહ્યા છે. તેમજ સંસ્થાના હોદેદારોના ધરે જઇ હલ્લો બોલાવીને ધાકધમકીઅો અાપે છે. મંગળવારે કેટલાક ખાતેદારો સંસ્થાના મેનેજરને સંસ્થા પરથી લઇને ખાતેદારોઅે પોતાના ધર પાસે લઇ જઇને બાનમાં લીધા હતા. બેંક મેનેજરને પોલીસે છોડાવ્યો હતો. જેને લઇને સંસ્થાના સત્તાધીશોઅે ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે સંસ્થાના કર્મચારીઅો અને હોદ્દેદારો ઉપર ગમે ત્યારે હુમલો થાય તેવી શકયતાઅોને લઇને તાત્કાલિક સંસ્થાને પોલીસ પ્રોટેકશન પુરૂ પાડવામાં અાવે તેવી અરજી કરી હતી.
સંસ્થાનું તાત્કાલિક અોડિટ કરાશે
સહયોગ કો.અો.ક્રેડીટ સોસાયટી લી અાર્થીક સંકડામણમાં અાવી જતાં જિલ્લા રજીસ્ટ્રાર અધિકારીઅે સંસ્થાના મેનેજર અને ચેરમેનને બોલવ્યા હતા.લોકડાઉનને લીધે સંસ્થાને નાણાંકીય કટોકટી સર્જાય તેમ ન લાગતાં જિલ્લા રજીસ્ટ્રારે સંસ્થાનું અોડિટ તાત્કાલીક કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. અને અોડીટમાં કોઇ પણ જાતની ગેરરીતી જણાઇ અાવશે તો સંડોવાયેલા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરીશું તેવું જિલ્લા રજીસ્ટ્રારે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.