ભાસ્કર વિશેષ:ગોધરા સિવિલમાં લિફ્ટ, જનરેટર, સોનોગ્રાફી, MRI, CT સ્કેનની સુવિધા નથી : આરોગ્ય મંત્રી

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી : મેડિકલ કોલેજ પ્રાથમિકતા હોવાનું કહ્યું

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે શનિવારે ગોધરા સિવિલની મુલાકાત લઈ સમીક્ષા હાથ ધરી હતી. આરોગ્ય રાજ્યમંત્રીએ ગોધરા સિવિલના વરિષ્ઠ તબીબો-અધિકારીઓ બેઠક કરી હોસ્પિટલના સમગ્ર વ્યવસ્થાપન, ઉપલબ્ધ સુવિધાઓ, જરૂરિયાતો, પડતી સમસ્યાઓ અને આગામી આયોજન વિશેની વિગતવાર માહિતી મેળવી હતી. તથા મંત્રીએ અધિકારીઓ સાથે ઓપીડી, સર્જરી, પીડિયાટ્રીક્સ, આંખ, જનરલ વોર્ડ સહિતના સિવિલના વિવિધ વિભાગોની જાતે મુલાકાત લઈ ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઅોની ખબર અંતર પુછી મળતી સારવાર સુવિદ્યા અંગે પુછ પરછ કરી જાત નિરીક્ષણ કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

ઉપલબ્ધ સારવાર-સુવિધાઓનું કરતા સેવાઓને વધુ બહેતર બનાવવા અંગે પરામર્શ હાથ ધર્યો હતો. વધુમાં અારોગ્યમંત્રીઅે મીડીયા કર્મીઅો સમક્ષ જાણાવ્યુ હતુ કે ગોધરા ખાતે મેડિકલ કોલેજની શરૂઆત પહેલી પ્રાથમિકતા રહેશે. તથા ગુજરાતની હોસ્પિટલો માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉભુ કરાવામાં આવશે અને 108ની જેમ એક કોમન નંબર જાહેર કરવામાં આવશે જેના પર દર્દીઓને પડતી મુશ્કેલી અને વ્યવસ્થા બાબતે ફરિયાદ કરી શકાશે. તથા ગોધરા સિવિલ હોસ્પિટલમાં રીનોવેશન સાથે લીફ્ટ, જનરેટર, સોનોગ્રાફી, અેમ.અાર.અાઇ. અને સીટીસ્કેન જેવી કેટલીક પ્રાથમિક સુવિદ્યાઅોનો અભાવ હોવાનું પણ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...