સિદ્ધિ:ગોધરા શહેરનો અદિત કમોદિયા નીટની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ, 695 ​​​​​​​માર્કસ મેળવી ઓલ ઇન્ડિયામાં 13મો ક્રમ

ગોધરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર: અદિત કમોદિયાની . - Divya Bhaskar
તસવીર: અદિત કમોદિયાની .

નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દ્વારા પીજી મેડિકલમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 800 ગુણમાંથી મેળવેલા ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા શહેરના વિદ્યાર્થી અદિત કમોદિયા ઝળક્યો છે. અદિત કમોદિયાએ 800 ગુણમાંથી 695 ગુણ મેળવ્યા છે. દેશના ટોપ 20 વિદ્યાર્થીઓમાં અદિતે 13 ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

દેશમાં 13મા ક્રમાંકે અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવનાર અદિતે બી.જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું છે. પિતા સંજીવ કમોદિયા ગોધરામાં સર્જન છે. જ્યારે માતા ડેન્ટિસ્ટ છે. આમ ઘરમાં તબીબી ક્ષેત્રનું વાતાવરણ હોવાથી અદિતને પણ આ જ ક્ષેત્રમાં આગળ વધવા માટેનો અવકાશ મળ્યો હતો. કોરોના કાળમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હોવા છતા આદિતે અભ્યાસ પર પૂરતું ધ્યાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...