તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:ગોધરાના ઉદ્યોગપતિ ગરીબોને વહારે આવ્યા, લોકડાઉનમાં 50 હજારથી વઘુ શ્રમિકોને વતન પહોચાડયા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા હોસ્પિટલમાં પંખા,  કુંવર સાથે કોરોના મહામારીમાં જરૂરિયાતને મદદ કરતા ફિરદોશ કોઠી નજરે પડે છે - Divya Bhaskar
ગોધરા હોસ્પિટલમાં પંખા, કુંવર સાથે કોરોના મહામારીમાં જરૂરિયાતને મદદ કરતા ફિરદોશ કોઠી નજરે પડે છે
  • હોસ્પિટલમાં ગરમીથી રાહત આપવા 50 પંખા અને એક કૂલર આપ્યું

કોરોના મહામારી ફેલાતા સરકારે લોકડાઉનની જાહેરાત કરવા શ્રમિકોને ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા. આવા સમયમાં ગોધરાના ઉધોગપતિ ફીરદોશ અનવર કોઠી શ્રમિકોને વહારે આવ્યા હતા. ફીરદોર કોઠીએ ગરીબ પરિવારોને અનાજ અને રોકડ રકમ આપીને લોકડાઉનમાં રાહત આપી હતી.

કોરોનાની પ્રથમ લહરે વખતે લોકડાઉનમાં વતને જતાં શ્રમિકને વડોદરાની ગોલ્ડન ચોકડી તથા ગોધરા બાયપાસથી તેઓને તેમના વતને પહોચાડવા 30 જેટલી ટ્રકો ઉભી કરીને શ્રમિકોને હેમખેર વતન મોકલ્યા હતા. લોકડાઉનમાં બાયપાસ રોડ પર ચાલીને આવતા શ્રમિકોને ભોજનની પણ વ્યવસ્થા ફિરદોશ કોઠી કરીને માનવતાના દર્શન કરાવ્યા હતા. નાતજાત વગર ખાડી ફળીયા અને સાવલીવાડમાં ગરીબ પરિવરને અનાજની કીટ અને જરૂરીતાને રોકડ નાણા આપ્યા હતા.

બીજી લહેરમાં ઓકસીજનની અછત સર્જાતાં તેઓને 3 ઓકસીજન ટેન્ક પર હોસ્પીટલને આપી હતી. તેમન ત્રીજી લહેરમાં ઓકસીજનની મુશ્કેલી ન પડે તે માટે તેઓ ઓકસીજન પ્લાન્ટ બનાવશે. ધર્મ કે નાતજાત દેખ્યા વગર ફક્ત માનવીય સેવા કરનાર ફિરદોશ અનવર કોઠીએ કોરોનાના સમયમાં કોવિડ હોસ્પીટલમાં ગરમીથી રાહત મળે તે માટે 50 પંખા અને ઠંડા પાણી માટે આરો કુલર નર્સીગ હોસ્પિટલમાં મુકી આપ્યુ હતું. લોકડાઉનમાં ટ્રેન અને બસ દ્વારા ગરીબ શ્રમીકોને વતને જવા ભાડું ચુકવીને વતને મોક્લયા હતા.

અન્ય સમાચારો પણ છે...